સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 25th October 2021

કચ્‍છમાં ૧૬.૮૮ લાખની લૂંટનો ભેદ ઉકેલાયોઃ ૩ નેપાળી શખ્‍સોને ગાંધીધામ પોલીસે ઝડપી લીધા

સોના-ચાંદીના દાગીના રોકડ સહિતનો મુદ્દામાલ જપ્‍ત

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.ર૩ : કચ્‍છના ગાંધીધામ સોના-ચાંદીના દાગીના સહિત રૂા.૧૬.૮૮ લાખની લૂંટનો ભેદ ગાંધીધામ બી ડીવીઝન પોલીસે ઉકેલીને ૩ નેપાળી શખ્‍સોની ધરપકડ કરી છ.ે
પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા બોર્ડર રેન્‍જ ભુજ-કચ્‍છ તથા પોલીસ અધિક્ષક મયુર પાટીલ પૂર્વ કચ્‍છ ગાંધીધામ દ્વારા શરીરની સંબધી ગુનાઓ બનતા અટકાવવા તથા શોધી કાઢવા માટે આપેલ સુચના અન્‍વયે નાયબ પોલીસ અધિક્ષક ડી.એસ.વાઘેલા અંજાર વિભાગ-અંજારનાઓના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્‍ટેશન ભાગ-એ ગુ.ર.નં. ૧૧૯૩૦૦૭ર૧૭૯૪/ર૦ર૧  ઇ.પી.ડો. કમલ-૩૯૪, ૧ર૦ (બી) મુજબનો ગુન્‍હો તા.૧૯/૧૦/ર૦ર૧ ના કલાક-ર૦/૪પ વાગ્‍યે જાહેર થયેલ હોય જે ગુન્‍હા કામે એસ.એન.કરંગીયા પોલીસ ઇન્‍સ્‍પેકટર સ્‍ટાફના માણસોની અલગ-અલગ ટીમની રચના કરી ચોર મુદ્દામાલ શોધવા પ્રયત્‍નશીલ હતા દરમ્‍યાન હ્યુમન સોસીસ તથા ટેકનીકલ સર્વેલન્‍સ આધારે જાણવા મળલ કે ઉપરોકત ગુન્‍હા કામોના આરોપીઓ હાલેનખત્રાણા બાજુ ગયેલ હોવાની હકિકત જાણવા મળેલ જે આધારે પોલીસ સ્‍ટાફની બે ટીમો આરોપીઓની શોધમાં રવાના કરી વિરાણી તા.નખત્રાણા કચ્‍છ સીમમાંથી ઉપરોકત ગુન્‍હા કામેના નિચે મુજબના આરોપીઓને લુંટમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી પાડી પુછપરછ કરતા જેઓ ઉપરોકત ગુન્‍હાની કબુલા આપતા આરોપીઓને રાઉન્‍ડ-અપ કરી પોલીસ સ્‍ટેશન લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
પોલીસે (૧) ધિરેન્‍દ્ર ઉર્ફે થીરેન્‍દ્ર જીતાબહાદુર શાહી ઉ.૧૯, રે. પછમદેવલ વિનાયક, જી.અછામાં (નેપાળ) (ર) નેત્રબહાદુર ઉર્ફે નિશાંત ચંદ્રબહાદુર શાહી, ઉ.ર૦, રહે. પછમદેવલ, વિનાયક, જી.અછામ (નેપાળ) (૩) દિપેન્‍દ્ર ઉર્ફે દિપક માનાબહાદુર શાહી ઉ.ર૬, રહે. મગલસેન, તા. ગોરાગાવા, જી. અછામ વિનાયક (નેપાળ) હાલ રહે. મીણીનગર, રમેશ ગઢવીના મકાનમાં નખત્રાણાની ધરપકડ કરીને (૧) સોનાના દાગીના આશરે કિ.રૂા.૧પ,પ૮,૦૦૦ (ર) રોકડા રૂપીયા-૧૦૦,૦૦૦ (૩) (૩) લુંટમાં ગયેલ મો. ફોનં. નંગ-૦૧ કિ. રૂા. ૧૦,૦૦૦ (૪) આરોપીઓ પાસેથી કબ્‍જે કરેલ મો.ફો.નં. ૪ કિ.રૂા.ર૦,૦૦૦,સહિત રૂા. ૧૬,૮૮,૦૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છ.ે ઉપરોકત કામગીરી એસ.એન. કરંગીયા સાથે એ.એસ.આઇ. કિર્તિકુમાર ગેડીયા તથા પોલીસ હેડ કો. ગલાલાભાઇ પારગી, સામતભાઇ પટેલ તથા હાજાભાઇ ખટારીયા તથા પોલીસ કોન્‍સ. ગૌતમભાઇ, સોલંકી, ધર્મેશભાઇ પટેલ, મહીપાર્થસિંહ ઝાલા તથા અજયભાઇ સવસેટા તથા પોલીસ હે.કવાર્ટસમાં ફરજ બજાવતા પોલીસ હે. કોન્‍સ. રાજદીપસિંહ ઝાલાનાઓ દ્વારા સાથે રહી કરવામાં આવેલ છે.
ફરીયાદી રવીન્‍દ્ર દાસ તથા સાહેદ તેમના પત્‍ની રેખાબેન બનાવ સમયે હેબતાઇ ગયેલ હોય અને બનાવ સમયે તેઓને જેટલુ યાદ હોય તે જ આશરે ૭ થી ૮ તોલા સોનાના દાગીના તથા રોકડા રૂપિયા એક લાખ તથા એક મોબાઇલ ફોનની લૂંટ થયેલાનું ફરીયાદ નોંધાવેલ હોય પરંતુ બીજા દિવસે આ કામેના ફરીયાદી તથા સાહેદ એ પોતાના ઘરમાં તપાસ કરતાં પોતાના ઘરેથી લૂંટમાં વધુ સોનાના દાગીના ગયેલ હોવાની હકિકત જણાવેલ જે કુલ આશરે ૧પ૦૦૦૦૦-૦૦ જેટલાનન સોનાના દાગીનાની તથા રોકડા રૂા. ૧૦૦૦૦૦-૦૦ તથા મોબાઇલ ફોન નંગ ૧ ની લૂંટ થયેલ હોવાનું જણાવેલ. જેથી ઉપરોકત આરોપીઓ પાસેથી લૂંટમાં ગયેલ તમામ ઓરીજનલ મુદામાલ કિ. રૂા. ૧૬,૮૮,૦૦૦-૦૦ કબ્‍જે કરવામાં આવેલ છે.

પુર્વ-કચ્‍છ ગાંધીધામ જીલ્લા પોલીસની જાહેર જનતાને નમ્ર અપીલ

આથી પુર્વ-કચ્‍ઋ ગાંધીધામ પોલીસ તરફથી પુર્વ-કચ્‍છ જીલ્લાની તમામ જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે આપના ઘરે ત્‍થા ધંધાકીય સ્‍થળોએ જયારે પણ કોઇ પરપ્રાંતીય કે નેપાળના માણસો-વ્‍યકિતઓને કોઇ પણ કામે રાખવામાં આવે તો તેઓના ફોટા જરૂરી ઓળખ પત્રોની નકલ તથા તેના મોબાઇલ નંબર તથા સંપૂર્ણ રહેઠાણની તથા તેના સગા-સબંધીઓની માહિતી વિગેરે લઇ તેની એક નકલ પોતાની પાસે રાખી તથા એક નકલ નજીકના પોલીસ સ્‍ટેશનમાં વેરીફીકેશન માટે જમા કરાવવા નમ્ર અપીલ છે. જેથી ભવિષ્‍યમાં આવા ગુનાઓ બનતા અટકાવી શકાય.

 

(10:19 am IST)