સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 25th October 2020

ગિરનાર રોપ-વે માટે ટિકીટના દર જાહેર થયા: નોર્મલ ટિકિટનો ભાવ ૭૦૦ રૂપિયા રહેશે: સરકાર 18% જીએસટી પણ કટકટાવી લેશે*

ગઈકાલે જૂનાગઢ ખાતે નરેન્દ્રભાઈ મોદી દ્વારા એશિયાના સૌથી લાંબા ગિરનાર "રોપ-વે"નો મંગલ પ્રારંભ કરવામાં આવ્યો. સવા બે કિલોમીટર લંબાઈના આ રોપ-વે માટે ટિકિટના દર જાહેર થયા છે.

નોર્મલ ટિકિટનો દર એક વ્યક્તિ માટે ૭૦૦ રૂપિયા રહેશે, જ્યારે તેના ઉપર 18% જીએસટી વસૂલવામાં આવશે. આમ ટિકિટનો દર રૂ. ૮૨૬ જેવો રહેશે તેમ સમજાય છે.

બાળકો માટે ટિકિટનો દર ૩૫૦ પ્લસ જીએસટી અને કન્સેશન ટિકિટનો દર ૪૦૦ રૂપિયા પ્લસ ૧૮ જીએસટી  રહેશે.

કન્સેશન ટિકિટના દર રૂપિયા ૪૦૦ પ્લસ 18% જીએસટી વસૂલવામાં આવશે.

૨૫ ઓક્ટોબરથી ૧૪ નવેમ્બર સુધી, એટલે કે દિવાળી સુધી, નોર્મલ ટિકિટનો ભાવ ૬૦૦ રૂપિયા પ્લસ 18% જીએસટી, જ્યારે બાળકો માટે ૩૦૦ રૂપિયા પ્લસ 18% જીએસટી વસૂલવામાં આવશે તેમ જૂનાગઢ ભાજપના અગ્રણી શ્રી પ્રદીપભાઈ ખીમાણીએ સોશ્યલ મીડિયા ઉપર જાહેર કર્યું છે. (વિનુ જોશી, જૂનાગઢ)

(10:12 pm IST)