સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 25th October 2020

અપગ્રેડ સુરક્ષા વ્યવસ્થાના પ્રથમ સુકાની સમીર શારડા

દ્વારકા જગત મંદિરમાં અભૂતપૂર્વ સુરક્ષા ચક્ર.. ભાવિકોને મુશ્કેલીરૂપ ન બને તેની કાળજી લેવાશે : સમીર શારડા

સંદીપસિંહ અને એસ.પી. જોશીની જાગૃતિ અને રાજ્ય સરકારની દ્વારકા મંદિર તરફથી પ્રતિબધ્ધતાને લીધે અપગ્રેડ થયેલ સુરક્ષા વ્યવસ્થાના પ્રથમ સુકાનીની 'અકિલા' સાથેની વાતચીતમાં ઝીણવટ ભર્યા પ્લાનિંગની રૂપરેખા રજૂ

રાજકોટ તા.૨૪: વિશ્વ પ્રસિદ્ઘ જગ મંદિર દ્વારકાની સુરક્ષાનું અભૂતપૂર્વ સુરક્ષા રચવા સાથે શ્રધ્ધાળુઓની ભાવનાને ઠેસ ન પહોંચે તેની સાવચેતી રાખવા સાથે મંદિરમાં આવતા વડીલોની મર્યાદાઓને સલામતી નામે મુશ્કેલી ન પડે તેની પૂર્તિ કાળજી રાખીશું તેમ દ્વારકા મંદિરનું સુરક્ષા સુકાન જેમને સુપરત થયું છે તેવા ડીવાયએસપીશ્રી  સમીર શારડાએ અકિલા સાથેની વિશેષ વાતચીતમાં જણાવાયું હતું

 તેઓ દ્વારા વિશેષમાં જણાવેલ કે ભૂતકાળમાં દ્વારકામાં પાકિસ્તાન દ્વારા બોમ્બ ફેકવાના પ્રયાસો પણ કરવામાં આવતાની સાથે અવારનવાર સેન્ટ્રલ દ્વારા તથા ગુજરાત ઇન્ટેલિજન્સ બ્યુરો દ્વારા આતંકવાદી ગતિવિધિ અંગે મળતી ઇનપુટ્સ ધ્યાને લઇ દેવભૂમિ દ્વારકાના જાગ્રૃત પોલીસ વડા સુનીલ જોશી તથા રાજકોટ રેન્જ આઇજી દ્વારા આ બાબતે સમયાંતરે સમીક્ષા કરી દ્વારકા મંદિરની સુરક્ષા માટે ડીવાએસપી લેવેલના અધિકારીને જવાબદારી સુપરત કરવા સાથે આખું સુરક્ષા માળખું અપગ્રેડ કરવા સાથે ડીવાયએસપી લેવલના અધિકારીને અન્ય જવાબદારીથી મુકત કરી મંદિર સુરક્ષા જવાબદારી આપી સુરક્ષા પ્રત્યે જાગૃતિ ના દર્શન કરાવ્યા છે. રાજય સરકાર પણ દ્વારકા મંદિરની સુરક્ષા પ્રાધાન્ય આપ એક ડીવાયએસપી પોલીસ ઇન્સ્પેકટર. પીએસઆઇ અને સ્ટાફનું મહેકમ મંજૂર કરેલ છે..

તોએ એ વિશેષમાં જણાવેલ કે દ્વારકા મંદિર આસપાસ કોઇ ઉંચા મકાનો ન બને તે માટે ખાસ કાળજી લેવામાં આવશે. તેવો નવા ડીવાયએસપી નહી નિમાય ગયા સુધી સંપૂર્ણ સુરક્ષા ચક્રની જવાબદારી સંભાળશે તેમ વાતચીત અંતે જણાવેલ.અત્રે યાદ રહે કે દ્વારકા મંદિરની સુરક્ષા જવાબદારી સંભાળનાર સમીર શારડા ખૂબ જ અનુભવી અધિકારી છે.ભૂતકાળમાં તેઓ દ્વારકામાં ફરજ બજાવી ચૂકયા હોવાથી તેઓ ને ડીઆઈજી તથા જીલ્લા પોલીસ વડા કે જેઓ બને જગત મંદિરની સુરક્ષા પ્રત્યે ખૂબ જાગૃત હોવાથી આ નિર્ણય લીધો છે.

(3:02 pm IST)