સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 25th September 2019

રાણપુર નજીક ભાદર નદીમાં ઘોડાપુર : નાગનેસ પાસે નદી પરનો રસ્તો પાણીના વહેણમાં ધોવાયો

માત્ર 8 જ દિવસ અગાઉ ગ્રામજનોએ મહા મહેનતે આ રસ્તો તૈયાર કર્યો હતો

બોટાદના રાણપુર નજીક આવેલી ભાદર નદીમાં ધોડાપૂરની સ્થિતિ સર્જાઇ છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ભાદર નદી ગાંડીતૂર બની છે. નદીમાં નવા નીર આવતા નાગનેશ ગામ નજીક નદી પર બનાવમાં આવેલો રસ્તો ધોવાયો છે. માત્ર 8 જ દિવસ અગાઉ ગ્રામજનોએ મહા મહેનતે આ રસ્તો તૈયાર કર્યો હતો. જે ભાદર નદીના પાણીના વહેણમાં ધોવાઇ ગયો છે. જોકે રસ્તો ધોવાતા સ્થાનિક ગ્રામજનોની મુશ્કેલી વધવા પામી છે

(1:01 pm IST)