સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 25th September 2019

દિહોર બેન્કમાંથી ૧૯ લાખની ઉચાપત કરનાર કેશિયરને વ્યાજંકવાદીઓ લૂંટતા રહ્યા

બારેક જેટલા વ્યાજખાવ તત્વો ૧૦% જેટલું ઉંચુ વ્યાજ ખંખેરતા રહ્યાઃના છૂટકે ઉચાપત કરવી પડી

ભાવનગર, તા.૨૫: ભાવનગર જિલ્લાનાતળાજા ના દિહોર સ્થિતિ એસબીઆઈ બેંક ના કેશિયર વિરુદ્ઘ બેંક મેનેજર એ નોંધાવેલ ઉચાપત ની ફરિયાદ ના પગલે બેંક મેનેજર પોલીસ તપાસ ના કામે હાલ તળાજા પોલીસ ની કસ્ટડી માંછે. દેવું કેમ વધી ગયું તેની તપાસ માં કેશિયર એ બારેક વ્યકિત ઓ જે વ્યાજ નો ગેરકાયદેસર ધંધો કરેછે તેની પાસેથી ઉંચા વ્યાજે રૂપિયા લીધા હતા.જેનું દેવું વધતું વધતું ચાલીસેક લાખની નજીક પહોંચી ગયુ હતુ.

માસિક રૂપિયા ચોપનહજાર નો પગાર મેળવનાર તળાજા ના દિહોર એસ.બી.આઈ બેંક ના કેશિયર જતીન  ચૌહાણ હાલ તળાજા પોલીસ કસ્ટડી માં ઉચાપત ના આરોપ સબબ છે. ઇન્ચાર્જ પો.ઇ.જે.પી ગઢવી એ હાથ ધરેલી તપાસ અનુસંધાને જતીન ચૌહાણ નું કહેવું છેકે છેલા આઠેક વર્ષ થી પોતે વ્યાજ ના વિષ ચક્રમાં ફસાયેલો છે. ચારેક વર્ષ પહેલાં પરિવાર જનોને એ બાબત ની ખબર પડતા અમુક રૂપિયા ચૂકવી દીધા હતા. પણ આઠેક લાખની રકમ ચૂકવવા ની નેતે પણ વ્યાજે લીધેલ હોવાનું તે સમયે છુપાવ્યૂ હતું.આથી તેનું ઉંચુ વ્યાજ ચઢત્તુ ગયુ.જે  ચારેક વર્ષમાં ચાલીસેક લાખ સુધી પહોંચી જતા ને ઊંચું વ્યાજ વસુલાત કરતા ધાક ધમકીઓ આપતા હોય ના છૂટકે ઉચાપત કરવી પડી હતી.દિહોર સ્થિત એસ.બી.આઈ બેંક ના કેશિયર એ પોતે ઉચાપત નું કારણ વ્યાજંકવાદી ઓનો ભોગ બન્યાંનું જણાવ્યું. બારેક જેટલા વ્યાજંક વાદીઓ છે. જેમાં ભાવનગર અને દિહોર ના છે. પોલીસે જયારે તપાસ અર્થે બોલાવ્યા ત્યારે ઉંચા હાથ કરી દીધા.તો અમૂકે અમારે  રૂપિયા નથી જોઈતા પોલીસ ને અમારા નામન આપતો તેમ કેશિયર જતીનભાઈ ચૌહાણ ને વ્યાજંકવાદી ઓએ જણાવ્યું હોવાનું જાણવા મળી રહયુ છે. આ કેસમાં  વ્યાજંકવાદીઓ વિરુદ્ઘ પણ ફોજદારી રાહે કાર્યવાહી થાયતો તેવી શકયતા નકારી શકાય તેમ નથી.

(11:40 am IST)