સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 25th September 2018

વૈદિક પરંપરા એટલે બધાને દેવત્વ પ્રદાન કરવુઃ પૂ.મોરારીબાપુ

જોર્ડનમા આયોજીત ''માનસ મૌન'' શ્રીરામકથાનો ચોથો દિવસ

રાજકોટ તા.રપ : ''વૈદિક પરંપરા એટલે બધાને દેવત્વ પ્રદાન કરવુ'' પૂ. મોરારીબાપુએ જોર્ડન ખાતે આયોજીત શ્રીરામકથાના ચોથા દિવસે જણાવ્યું હતું.

પૂ.મોરારીબાપુએ કહ્યું કે પહેલાના સમયથી જ લોકો જળ, સૂર્ય, ચંદ્ર, પર્વત માળાઓને ભગવાન તરીકે પૂજતા આવ્યા છે.

પર્વતો વૈદિક પરંપરા એટલે બધાને દેવત્વુુ પ્રદાન કરવુ.

ગઇકાલે શ્રીરામકથાના ત્રીજા દિવસે પૂ. મોરારીબાપુએ જણાવ્યુ હતું કે ઋગ્વેદમાં એક મધુછંદા નામનો ઋષિ છે. આ વેદકાલીન ઋષિની કેટલીક વાતો આજે પણ પ્રસ્તુત છે. કેટલી સચોટ વાત તેમણે કરી છે આ મધુછંદા નામના ઋષિ પાસે ગુરૂકુળમાં ભણતો એક શિષ્ય ઋષિને કહે છે કે તમે મને કયારેય કહ્યું નહી કે તું આમ કર, મારે શું કરવું જોઇએ ? ત્યારે એ ઋષિ એને ચાર વાત કહે છે. જે આજે પણ ખૂબ પ્રસ્તુત છે એ કહે છે (૧) સવારે જેટલું બની શકે એટલું વહેલું જાગી જવું.(ર) નદીઓ, પહાડો, જંગલમાં ઘુમવું, ફકત  ઘુમો) (૩) તમે જેને પણ જુઓ, નદી, પહાડ, જંગલ, વૃક્ષો જે અબોલ છે તેને જુઓ ત્યારે તેની સામે હસવું અને (૪) જયારે પણ અવસર મળે દિવસે કે રાત્રે ત્યારે મૌન રહો. તેમ કહ્યું હતું.(૬.૧૯)

 

(4:15 pm IST)