સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 25th September 2018

ગીરમાં ઇન્ફેકસનથી થઇ રહેલ સિંહના મૃત્યુની તપાસ કરવા મુખ્યમંત્રીને રજૂઆત

જૂનાગઢ તા.રપ : રાજનભાઇ જોશીએ મુખ્યમંત્રીને રજૂઆતમાં જણાવેલ કે હાલ ગીરમાં કોઇ ઇન્ફેકશનને લીધે થઇ રહેલ સિંહોના મૃત્યુ અંગે તપાસની માંગણી કરાઇ છે.

ગુજરાત સહિત સમગ્ર ભારતની શાન બનેલા એશિયાઇ સિંહોના પાછળા કેટલાક વર્ષથી વસ્તીમાં સરકાર, વનવિભાગ તથા સ્થાનિક લોકોના પ્રયત્નોના લીધે અનુક્રમે સિંહોની વસ્તીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ગીર વન વિભાગના ધારી પૂર્વ વિસ્તારની રેન્જમાં તથા આજુબાજુના વિસ્તારમાં એક અઠવાડીયાના સમયમાં ૧૨ જેટલા સિંહોનુ મૃત્યુ થયુ છે. જેની ખરેખર ગંભીર રીતે તપાસ કરવાની જરૂર છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુ છે કે તેમાંથી કેટલાક સિંહોના મોત ફેફસા તથા સંક્રમણ દ્વારા થયા છે.

ભૂતકાળમાં આફ્રીકામાં આવેલ સેરેગીટી નેશનલ પાર્ક (તાંજાનીયા) માં ૧૯૯૪માં સીડીવી  (કેનાઇન ડીસ્ટેમ્પર  વાયરસ)ના કારણે ૧૦૦૦થી પણ  વધારે સિંહોના મૃત્યુ થયા હોવાના  તપાસમાં જણાવવામાં આવેલ. ૧૯૯૪માં જે આફ્રીકામાં સેરીગીટી નેશનલ પાર્કમાં જેરીતે રોગનો ફેલાવો થયો તેના કારણે ગીર તથા બૃહદગીર વિસ્તારને ઘણી રીતે મળી આવે છે. ત્યાની તપાસમાં જાણવા મળેલ  કે તે નેશનલ પાર્કની સીમાની આજુબાજુના વિસ્તારના લોકોનો બહુ વસવાટ હતો. જે લોકોની સાથે બહુ પ્રમાણમાં કુતરાઓ રહેતા હતા જેના લાળના કારણે આ વાઇરસ (સીડીવી) ફેલાણો અને વાઇરસ સિંહ, દિપડા સહિતના પ્રાણીઓ સાથે કુતરા શિયાળ વગેરેને થતો શોશ્યલ કોન્ટેક જવાબદાર હતો. જેમ કે કોઇ વન્ય પ્રાણી દ્વારા કોઇ સ્થળે શિકાર કરતા હોય તો ત્યા સિંહ ચાલ્યા ગયા બાદ બીજા પ્રાણીઓ જેમ કે કુતરા શિયાળ વગેરે શિકાર આરોગવા આવતા અને તેમાંથી ફરી જયારે સિંહ તે મરણ આરોગે તો આ વાઇરસ કુતરા તથા શિયાળ માંથી ફેલાતો. હાલ રજૂઆતમાં જણાવેલ છે.(૪૫.૩)

(1:15 pm IST)