સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 25th September 2018

જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં ડોકટર દ્વારા સમયસર ઓપરેશનથી દર્દીનો જીવ બચ્યો

જૂનાગઢ તા.રપ : સીવીલમાં દર્દીને ગંભીર હાલતમાં તાત્કાલીક દાખલ કરી બધા રીપોર્ટ કરી રાત્રે ૧૨-૩૦ વાગ્યે જ ઓપરેશનમાં લઇ જવાયુ હતુ. જયાં ડો.પ્રકાશ રાઠોડએ સફળતાપુર્વક ઓપરેશન કરી આંતરડાનો પડદો અંદર મૂકયો અને ફાટેલી લોહીની નસમાંથી સતત વહેતુ લોહી બંધ કરાયુ હતુ. દર્દીને ૩ બોટલ લોહી ચડાવવી પડી હતી. હાલમાં આ દર્દી સંપુર્ણ સ્વસ્થ છે અને તેને રજા આપવામાં આવી છે.

આ ઓપરેશનને તાત્કાલીક પાર પાડવા માટે સિવિલના આરએમઓ, મેડીકલ ઓફીસર, જૂનીયર રેસીડન્ટ ડોકટર, નર્સીંગ સ્ટાફ, ઓપરેશન થીયેટર સ્ટાફ અને પટ્ટાવાળા બધાની સંયુકત ઉમદા કામગીરી રહી હતી. ઉપરાંત એનેસ્થેટીક ડોકટર તાત્કાલીક આવી જઇ દર્દીને બેભાન કરી ઓપરેશન સફળ બન્યુ હતુ.

ડો.પ્રકાશ રાઠોડની આ કામગીરીને સીવીલના આર.એમ.ઓ, સુપ્રીટેન્ડેન્ટ સર્જરીના વડા તથા કોલેજના ડીન દ્વારા બિરદાવવામાં આવી હતી.(૪૫.૪)

(1:15 pm IST)