સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 25th September 2018

જામજોધપુર યાર્ડમાં મત ગણતરીઃ પ્રારંભે ભાજપ આગળ

ભાજપ પ્રેરીત વેપારી પેનલમાં પૂર્વ મંત્રી ચિમનભાઈ શાપરીયા સહિતના વિજેતા

જામજોધપુરઃ તસ્વીરમાં ચિમનભાઈ શાપરીયા સહિતના વિજેતા ઉમેદવારો નજરે પડે છે (૨-૭)

જામજોધપુર, તા. ૨૫ :. જામજોધપુર માર્કેટીંગ યાર્ડમાં ગઈકાલે મતદાન થયા બાદ આજે સવારે મત ગણતરી શરૂ થઈ હતી. જેમાં રાજ્યના પૂર્વ મંત્રી ચિમનભાઈ શાપરીયા સહિત ભાજપ પ્રેરીત પેનલનો વિજય થયો છે અને પ્રારંભે ભાજપ આગળ છે.

આ ચૂંટણીમાં વેપારી પેનલના ચિમનભાઈ ધરમશીભાઈ શાપરીયા, વડાલીયા જયસુખભાઈ, કરંગીયા કરશનભાઈ, અસાણી ચિમનભાઈ વિજેતા થયા છે.

જ્યારે સહકારી પેનલ (તેલીબીયા)ના કિશોરસિંહ જાડેજા, સામતભાઈ બારીયા વિજેતા થયા છે.

જ્યારે અન્ય ચાર પેનલોએ આ મતદાનમાં ઝંપલાવ્યુ છે.(૨-૭)

(1:06 pm IST)