સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 25th September 2018

કોટડાસાંગાણીના રામોદ ગામે ખેડૂતને ૩ શખ્સોએ ધમકી આપી

પીયતના પાણીનો ખર્ચ માંગતા ઉશ્કેરાયા

કોટડાસાંગાણી, તા.૨પઃ કોટડાસાંગાણીના રામોદમા પીયતના પાણીના પ્રશ્ને ખેડુતને ત્રણ શખ્સોએ અપ શબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરીયાદ નોંધાઈ છે.

તાલુકાના રામોદ ગામના પ્રવીણ પડારીયાની વાડીમાંથી પીયતનુ પાણી આરોપી ગોપાલ રવજી પડારીયા, વિજય પડારીયા પરેશ પડારીયાએ મેળવવુ હોય જેના ખર્ચા પેટેના રૂપીયાની માંગણી કરતા આરોપીઓ ઉશ્કેરાઈ જઈ પ્રવીણભાઈની વાડીની મોટરનો કેબલ કાપી નાખતા તેઓને  સમજાવવા જતા ઉપરોકત આરોપીઓએ અપ શબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતા કોટડાસાંગાણી પોલીસમા ૫૦૪ ૫૦૬(૨) ૪૨૭ ૧૧૪ મુજબ ગુનો દાખલ થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.(૨૩.૮)

(1:05 pm IST)