માખાવડની વાડીમાં દારૂની ૩ર બોટલ સાથે હતરશીંગ આદીવાસી પકડાયો
રાજકોટ તા. રપ :.. લોધીકાના માખાવડમાં પોલીસે બાતમીના આધારે જાદવ રણછોડભાઇ અમીપરાની વાડીમાં દરોડો પાડી દારૂની ૩ર બોટલ સાથે આદીવાસી શખ્સને પકડી લીધો છે.
મળતી વિગત મુજબ રાજકોટ ગ્રામ્યના પોલીસ અધિક્ષક બલરામ મીણા તથા નાયબ પોલીસ અધિક્ષક ડી. એમ. ચૌહાણના માર્ગદર્શન હેઠળ દારૂ જૂગારની બદીને નાબુદ કરવા માટે જીલ્લામાં પ્રોહી ડ્રાઇવ રાખી કામગીરી કરવા અંગે સુચના આપતા લોધીકા પોલીસ મથકના પો. સબ. ઇન્સ. એચ. પી. ગઢવી તથા એ. એસ. આઇ. સુરભીબેન કેશવાલા તથા એ. એસ. આઇ. ગજરાસિંહ ચંદુભા તથા પો. કોન્સ. લખધીરસિંહ ભીખુભા તથા વિનોદભાઇ હકુભાઇ ત્થા શિવભદ્રસિંહ બાપાલાલ એમ બધા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મળેલ એ. એસ. આઇ. સુરભીબેન કેશવાલાની ચોકકસ આધારે માખાવડ ગામની સીમમાં આવેલ જાદવભાઇ રણછોડભાઇ અમીપરાની વાડીએ રેઇડ કરતા વાડીએ ખેત મજુરી કરતો હતરસીંગ મોમદીયાભાઇ વસુનીયા (આદિવાસી) (ઉ.ર૮), (રહે. હાલ માખાવડ ગામની સીમમાં તા. લોધીકા મુળ રહે. ખંડાલારાવ ગામ એમ. પી.) ને પર પ્રાંતય ઇગ્લીશ દારૂની બોટલો નંગ-૩ર કિ. રૂ. ૯૬૦૦ સાથે પકડી લઇ કાર્યવાહી કરી હતી. આ અંગે લોધીકા પોલીસ મથકના એ. એસ. આઇ. સુરભીબેન કેશવાલાએ તપાસ હાથ ધરી છે. (પ-૧૮)