સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 25th August 2018

જસદણની આંગડીયા લુંટમાં પકડાયેલ પાંચેય શખ્સોના આજે રિમાન્ડ મંગાશે

રાજકોટ, તા., ૨૫: જસદણ નજીક રર દિ' પુર્વે  થયેલ ૧૩.૬૬ લાખની આંગડીયા લુંટમાં પકડાયેલ પાંચેય શખ્સોને આજે રિમાન્ડ અર્થે કોર્ટમાં રજુ કરાનાર છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગત તા.૦૨/૦૮/૨૦૧૮ ના જસદણ ખાતે આવેલ મહેન્દ્ર અરવિંદ આંગડીયા પેઢીના કર્મચારી અમિતકુમાર હરેશભાઇ નાયક રહે. ઢસા  તથા સાહેદ વસંતભાઇ ઉર્ફે રદ્યુભાઇ ચંદનભાઇ પટેલ બન્ને  આંગડીયા પેઢી ની ઓફીસ ખાતેથી રોકડ રૂપિયા ૨,૭૦,૦૦૦/- તથા હિરા ના જુદી જુદી સાઇઝ નાં  પાર્સલ  નંગ-૧૩ કિંમત રૂપિયા ૯,૬૦,૦૦૦/- નાં લઇને મોટર સાયકલમાં નિકળેલ તે દરમ્યાન જસદણ થી આટકોટ તરફ જતા રોડ ઉપર ધ્રૃવ જીન પાસે રાત્રીના  બંન્નેને લુંટી લેવાયા હતા. જે બાબતે જસદણ પોલીસમાં ગુન્હો નોંધાયેલ હતો.

દરમિયાન રૂરલ એસપી બલરામ મીણાની સુચનાથી ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પીઆઇ જે.એમ.ચાવડા તથા ટીમે આંગડીયા લુંટમાં સંડોવાયેલ   (૧)દિલીપ ઉર્ફે દીલો રાદ્યવભાઇ સોલંકી, જાતે.તળપદા કોળી, ઉ.વ.૨૭, રહે.સોમલપર, તા.વિંછીયા, (૨)વનરાજ ઉર્ફે વનરૂ ભુપતભાઇ મોરી જાતે.તળપદા કોળી ઉ.વ.૨૦, રહે.સોમલપર, ભડલી રોડ સીમ વિસ્તાર, તા.વિછીયા    (૩) વિપુલ ઉર્ફે શેઠ ઉર્ફે વિપો ભનાભાઇ શિયાળ જાતે.તળપદા કોળી ઉ.વ.૨૩, રહે.સોમલપર, ધાર પાછળ, તા.વિછીયા (૪)  નરેશ ઉર્ફે મગો માવજીભાઇ સોલંકી, જાતે.તળપદા કોળી, ઉ.વ.૨૧, રહે.સોમલપર, તા.વિંછીયા તથા (૫) ભનાભાઇ કડવાભાઇ શિયાળ જાતે.તળપદા કોળી ઉ.વ.૫૫ રહે.સોમલપર, ધાર પાછળ, તા.વિછીયાને દબોચી લઇ જસદણ પોલીસને હવાલે કર્યા હતા.

પકડાયેલ ઉકત પાંચેય શખ્સોને આજે રિમાન્ડ અર્થે કોર્ટમાં રજુ કરાશે. વધુ તપાસ જસદણના પીઆઇ પલ્લાચાર્ય કરી રહયા છે.(૪.૩)

(12:02 pm IST)