સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 25th July 2021

મોરબીના લીલાપર રોડ પર નોટનંબરી જુગાર રમતા બે ઝડપાયા

બે શખ્શોને નોટ નંબરી જુગાર રમતા દબોચી લઈને રોકડ રકમ રૂ ૧૦૬૦ જપ્ત કરી

મોરબીના લીલાપર રોડ પર જાહેરમાં નોટનંબરી જુગાર રમતા બે શખ્શોને  ઝડપી લઈને પોલીસે રોકડ રકમ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન લીલાપર રોડ પર યદુનંદન ગૌશાળા પાસે આરોપી વિમલ જયસુખ ત્રિવેદી (રહે લીલાપર રોડ સાત હનુમાન સોસાયટી મોરબી) અને મહેન્દ્ર રતિલાલ પુંજાણી (રહે મહેન્દ્રપરા શેરી નં ૨૧ મોરબી)  એમ બે શખ્શોને નોટ  નંબરી જુગાર રમતા દબોચી લઈને રોકડ રકમ રૂ ૧૦૬૦ જપ્ત કરી છે

(9:26 pm IST)