સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 25th July 2021

આજી-૨ ડેમ પાંચ દરવાજા ત્રણ ફૂટ ખોલવામાં આવ્યા.

નીચાણવાળા વિસ્તારના અડબાલકા બાધી દહિંસરડા ડુંગરકા ગઢડા હરિપર ખંઢેરી નારણકા ઉકરડા અને સખપર ગામના લોકોએ નદીના પટ અવર જવર નહી કરવા સૂચના

રાજકોટ નજીક માધાપર પાસે આવેલા આજી-૨ ડેમમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાણીની આવક થતાં ડેમ તેની નિર્ધારિત સપાટી એ ભરાઈ જતા ડેમનો પાંચ દરવાજા ત્રણ ફૂટ  ખોલવામાં આવ્યા છે . ડેમના નીચાણવાળા વિસ્તારના અડબાલકા બાધી દહિંસરડા ડુંગરકા ગઢડા હરિપર ખંઢેરી નારણકા ઉકરડા અને સખપર ગામના લોકોએ નદીના પટ અવર જવર ન કરવા અને સાવચેત રહેવા ફલડ કંટ્રોલરૂમ તરફથી જણાવવામાં આવ્યું છે

(6:01 pm IST)