સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 25th July 2021

જામજોધપુરના નરમાંણામાં આભ ફાટ્યું : ચાર કલાકમાં 9 થી 10 ઇંચ વરસાદ ખાબક્યો : સર્વત્ર જળબંબોળ : ગામમાં નદીઓ વહી

સૌરાષ્ટ્રમાં ઠેર-ઠેર આભ ફાટ્યું હોય તેવો વરસાદ પડી રહ્યો છે. જામનગર જિલ્લાના જામજોધપુરથી ૩૦ કિલોમીટર દૂર આવેલ નરમાણા ગામે બપોરે એક થી સાંજે પાંચ સુધીમાં ૯ થી ૧૦ ઈંચ જેવો અતિ ભારે વરસાદ તૂટી પડતાં ગામમાંથી નદીઓ વહી રહી છે. આ લખાય છે ત્યારે પણ વરસાદ ચાલુ છે જ્યારે જામજોધપુરમાં એક ઇંચ વરસાદ પડી ગયો છે.( દર્શન મકવાણા જામજોધપુર)

(5:32 pm IST)