સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 25th July 2021

જૂનાગઢ જિલ્લામાં સવારથી મેઘમહેર : જૂનાગઢમાં ધોધમાર વરસાદ

સવારે બે કલાકમાં માંગરોળમાં સવા ઇંચ, કેશોદ અને માળીયામાં 1-1 ઇંચ, જૂનાગઢ, વંથલી, વિસાવદર અને મેંદરડામાં અડધો ઇંચ વરસાદ

જુનાગઢ : જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાએ સવારથી જ પધરામણી કરી છે આજે સવારે 8 થી 10 દરમિયાન  સવારે બે કલાકમાં માંગરોળમાં સવા ઇંચ,કેશોદ અને માળીયામાં 1-1 ઇંચ,જૂનાગઢ, વંથલી, વિસાવદર અને મેંદરડામાં અડધો ઇંચ વરસાદ વરસ્યો છે

આમ જિલ્લામાં આજે સવારે બે કલાકમાં સરેરાશ અડધાથી સવા ઇંચ વરસાદ વરસ્યો છે આ લખાઈ છે ત્યારે જૂનાગઢમાં ધોધમાર વરસાદ ચાલુ છે

 

(10:41 am IST)