ગોંડલ નેશનલ હાઈવે વાંધેશ્વર મહાદેવ મંદિર ભુણાવા પાસે અકસ્માતમાં બે એસટી બસ વચ્ચે કાર સેન્ડવિચ બની:
કારચાલક રાજકોટ શોરૂમ માં નવી ગાડી છોડાવવા માટે જઈ રહ્યા હતા અને જૂની વરના ગાડી જમા કરાવવાના હતા:
ગોંડલ :ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે ઉપર વાઘેશ્વર મહાદેવ મંદિર ભુણાવા નજીક બે એસટી બસની વચ્ચે વરના કાર આવી જતા સર્જાયેલા અકસ્માતમાં વરના કાર સેન્ડવિચ બની જવા પામી હતી સદ્નસીબે કોઇ જાનહાની થઇ નહોતી.
પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે વાઘેશ્વર મહાદેવ મંદિર ભુણાવા
પાસે પસાર થઇ રહેલ ગોંડલ રાજકોટ રૂટ ની એસટી GJ18Z 2622 પાછળ વરના કાર GJ 03 ME 0643 ધડાકાભેર ઘુસી ગઈ હતી અને તેની પાછળ તુરંત જ જેતપુર રાજકોટ રૂટ ની બસ GJ18Z3736 ઘુસી જતા આ અકસ્માતમાં વરના કાર સેન્ડવિચ બની જવા પામી હતી સદ્નસીબે કોઇ જાનહાની થવા પામી ન હતી.
બના અંગે દેરડી કુંભાજી ના કાર ચાલક મનીષભાઈ પોકીયાએ જણાવ્યું હતું કે તેઓ નવી ગાડી હેરિયર રાજકોટ શોરૂમમાં છોડાવવા માટે જઈ રહ્યા હતા અને જ્યાં વરના કાર જમા કરાવવામાં આવનાર હતી પરંતુ એ પહેલા જ કાર સેન્ડવીચ બની જતા તેમના પર ચિંતાના વાદળો ઘેરાયા હતા અકસ્માતની જાણ થતાં જ ગોંડલ એસટી ડેપોના મેનેજર તેમજ તાલુકા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો