સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 25th June 2022

ગોડલના પાંચિયાવદર ગામે શાળા પ્રવેશોત્સવ યોજાયો

બેનાણી સ્ટીલવાળા મહેશભાઈ બેનાણી દ્વારા બંને શાળાના ૧૨૫ જેટલા બાળકો માટે યુનિફોર્મ , બુટ મોજા, નાસ્તો સહિતની વસ્તુઓ અપાઈ

ગોડલના પાચિયાવદર ગામ / સીમ શાળા નં. ૧ નો પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો. જેમાં મોટી સંખ્યામાં આગેવાનો, ગ્રામજનો,નાના ભૂલકાંઓ બાળકો સહિત હાજર રહ્યા.

  બેનાણી સ્ટીલવાળા મહેશભાઈ બેનાણી દ્વારા બંને શાળાના ૧૨૫ જેટલા બાળકો માટે યુનિફોર્મ, બુટ મોજા, નાસ્તો સહિતનીઅંદાજે રૂપિયા ૧૨૫૦૦૦ની વસ્તુઓનું દાન આપ્યું.હતું અને નાના ભૂલકાંઓ શાળા પ્રવેશોત્સવ કરાવી હષૅની લાગણી. અનુભવી હતી આ તકે શાળાના શિક્ષકગણ દ્વારાઉત્સાહપૂર્વક મહેશભાઈનુ સન્માન કર્યું હતું

(11:06 pm IST)