સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 25th June 2022

મોરબી નગરપાલિકાના મહિલા સદસ્યની પૌત્રીના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરાઈ.

મોરબી:  શહેરમાં જન્મદિવસ પ્રસંગોની ઉજવણી સામાજિક જવાબદારી સાથે ઉજવવાનો અનોખો ટ્રેન્ડ ચાલી રહ્યો છે જે અંતર્ગત મોરબી નગરપાલિકાના મહિલા સદસ્યના પૌત્રીના જન્મદિવસ નિમિતે જરૂરિયાતમંદોને ફૂડ પેકેટ અર્પણ કરીને લાડકી પૌત્રીનો જન્મદિવસ ઉજવ્યો હતો
મોરબી નગરપાલિકાના વોર્ડ નં ૦૭ ના મહિલા કાઉન્સીલર સીમાબેન સોલંકીના પુત્ર અંકિત સોલંકી અને પુત્રવધુ વલ્લારીની વ્હાલી દીકરી કીયારાના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી જેમાં લાડકી દીર્કીના જન્મદિવસની ઉજવણી નિમિતે ગરીબ અને જરૂરિયાતમંદોને ૨૨૫ ફૂડ પેકેટ વિતરણ કર્યા હતા લાડકી દીકરીના હસ્તે ફૂડ પેકેટ વિતરણ કરીને જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી તેમજ દાદા અને દાદીએ જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.

(10:48 pm IST)