સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 25th June 2022

વિસાવદરમાં અનરાધાર વરસાદ : એક કલાકમાં પોણા બે ઈંચ ખાબકયો..સાર્વત્રિક પાણી..પાણી..

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર  : વિસાવદર પર મેઘરાજા મહેરબાન છે.આજે સાંજે 7થી 8 વાગ્યા સુધીમાં એક કલાકમાં જ પોણા બે ઈંચ વરસાદ ખાબક્યો હતો જેના પરિણામે સાર્વત્રિક પાણી..પાણી થઇ ગયુ હતું.
નાયબ મામલતદાર કતકપરાના જણાવ્યા અનુસાર વિસાવદરમાં સાંજે 7થી 8ની વચ્ચે સત્તાવાર રીતે 45 મી.મી.વરસાદ નોંધાયો છે.

(9:30 pm IST)