સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 25th June 2022

ધોરાજી પંથકમાં મેઘરાજાનુ આગમન સાથે દોઢ ઇંચ વરસાદ

ભારે ઉકળાટ અને બફારા બાદ દોઢ ઇંચ જેવું પાણી વરસ્યું : રામ્ય પંથકમાં વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમા ખુશીની લહેર છવાઈ

(કિશોરભાઈ રાઠોડ દ્વારા)ધોરાજી પંથકમાં મેઘરાજાનુ આગમન સાથે...દોઢ ઇંચ વરસાદ
ભારે ઉકળાટ અને બફારા બાદ દોઢ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો
ધોરાજી પંથકમાં મેઘરાજાની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી ક્યારે લાંબા સમયના ઇન્તજાર બાદ મેઘરાજાએ અંતે પધરામણી કરી હતી ધોરાજી પંથકમાં આજરોજ ભારે ઉકળાટ અને અસહ્ય બફારા વચ્ચે સાંજના સમયે 5:00 વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ભારે પવન સાથે ગાજવીજ સાથે એક કલાકમાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો જ્યારે  ધોરાજી તાલુકાના મોટીમારડ જમનાવડ પીપડીયા સહિત આસપાસના ગામ વિસ્તારોમાં પણ મેઘરાજાએ પોતાની મહેર વરસાવી હતી અને એકથી દોઢ ઈંચ જેટલું પાણી વરસી ગયું હતું ગ્રામ્ય પંથકમાં વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમા ખુશીની લહેર છવાઈ ગઈ હતી

(8:59 pm IST)