સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 25th June 2022

પોરબંદરમાં બાકી ઇ-મેમો ભરવા માટે ટ્રાફીક શાખામાં વાહન ચાલકોની લાઇનો

પોરબંદર, તા., ૨૫: ટ્રાફીક નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકોને ઇ-મેમો (ચલણ મળ્‍યા બાદ ઇ-મેમો ન ભરનારાઓને નોટીસો આપવાનું શરૂ કરતા ઇ-મેમો ભરવા માટે ટ્રાફીક શાખાની કચેરીએ લાઇનો લાગે છે.

પોરબંદર જીલ્લામાં અનપેઇડ ઇ-ચલણ બાબતે લોક અદાલત અન્‍વયે નામદાર કોર્ટ દ્વારા વાહન માલીકોના બાકી રહેલ ઇ-ચલણ ભરવા માટે નોટીસ પાઠવ્‍યા બાદ અનપેઇડ રહેલા ઇ-ચલણોના ભરપાઇની સંખ્‍યામાં ભારે ઉછાળો જોવામાં આવ્‍યો છે.

વાહન ચાલકોનું ઇ-ચલણ બાકી હોય તો વહેલી તકે ટ્રાફીક શાખાની કચેરી બસ સ્‍ટેન્‍ડની બાજુમાં રીલાયન્‍સ ફુવારા પાસે, કમલાબાગ પોલીસ સ્‍ટેશન કમલાનહેરૂ પાર્ક સામે, નેત્રમ (કમાન્‍ડ એન્‍ડ કંટ્રોલ સેન્‍ટર) વાડીયા રોડ નવા ફુવારા પાસે એલસીબી ઓફીસ ગ્રાઉન્‍ડ  ખાતે કોઇ પણ એક સ્‍થળે ભરી આપવા તેમજ ઓનલાઇન ઇ-ચલણ ચેક કરવા અને ભરવા માટે પ્‍લે-સ્‍ટોર પરથી   VISWAS નામની એપ્‍લીકેશન ડાઉનલોડ કરી શકો છો તેમજ https://echallanpayment.gujrat.gov.in સાઇટ પરથી ભરી શકાય છે તેમ યાદીમાં જણાવાયું છે.

(1:59 pm IST)