News of Saturday, 25th June 2022
ધોરાજીની પ્રજ્ઞા ઇંગ્લીશ સ્કૂલમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી
ધોરાજી તેજાબાપાના પીપળા પાસે આવેલ પ્રજ્ઞા ઇંગ્લીશ સ્કૂલ ખાતે ધોરણ ૧ થી ૮ના વિદ્યાર્થીઓ દ્વારા યોગ શિબિર યોજાયેલ હતી. જેમાં સ્કૂલના આચાર્ય સંજયભાઇ બાવીસા દ્વારા યોગનું શિક્ષણ અપાયું હતું. જેમાં પ્રવીણભાઇ સેલડીયા, ધર્મેશભાઇ તથા તમામ શિક્ષિકા બહેનો હાજર રહ્યા હતા. (તસ્વીર - અહેવાલ : ધર્મેન્દ્ર બાબરીયા)
(1:53 pm IST)