ધ્રોલની જી.એમ. પટેલ કન્યા વિધાલયની ૧૦૦ બાળાઓને ભોજન બાદ ફૂડ પોઇઝીનીંગ
ધ્રોલ, તા. રપ : ધ્રોલા ખાતે રાજકોટ-જામનગર હાઇવે રોડ પર આવેલા જી.એમ. પટેલ કન્યા વિદ્યાલયની એકસો જેટલી બાળાઓને બપોરના ભોજન બાદ ફૂડ પોઇઝીંગની અસર થતા તાત્કાલીક શાળાના વાહનોમાં અત્રેની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ.
હોસ્પિટલના તમામ સ્ટાફ સારવાર શરૂ કરેલ ફૂડ પોઇઝીંગ બાળાઓને ઉલટીઓ થતી હતી. જરૂરી જણાય તે બાળાઓને બાટલા પણ ચડાવવાના આવેલ.
ખાનગી ડોકટરો પણ હોસ્પિટલ ખાતે દોડી આવેલ અને ડોકટર હીંગોરાએ માનવતાના ધોરણે તેમની ખાનગી હોસ્પિટલમાં કે જયાં પ૦ બેડની સુવિધાઓ છે.ત્યાં મોકલવા વિનંતી કરતા જરૂરી જણાય તેવી બાળાઓ ને ત્યાં સારવાર માટે ખસેડવામાં આવેલ. ફૂડ પોઇઝનીંગના બનાવને કારણે હોસ્ટેલની બીજી બાળાઓને અસર ન થાય તે માટે શાળાના તથા ગામના ખાનગી ડોકટરોની ટીમ તરફથી તપાસ શરૂક રીને જરૂરી દવાઓ આપવાનું કામ ચાલુ કરેલ. આ બનાવ પગલે શાળાનો સ્ટાફ તે સંસ્થા સાથે સંકળાયેલા ટ્રસ્ટીઓ ડાહ્યાભાઇ ભીમાણી સહિતના આગેવાનો હોસ્પિટલ ખાતે દોડી આવેલ.