સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 25th June 2021

હેન્ડલ લોક નહી કરેલાની રેકી કરી સ્કુટર ચોરી મોજશોખ કરતો જોરાવરનગરનો કિશોર ઝડપાયોઃ બે ગુન્હાની કબૂલાત

વઢવાણ, તા.૨૫: જોરાવરનગર પો.સ્ટે.ગુ.ર.નં. ૧૧ર૧૧૦ ર૫ર૧૦૪૭૯/ ર૦ર૧ ઇ.પી.કો કલમ.૩૭૯ તથાગુ.ર.નં. ૧૧ર૧૧૦ર૫ર૧૦૪૭૯/ ર૦ર૧ ઇ.પી.કો કલમ.૩૭૯ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબના કામના ગુન્હાઓ રજીસ્ટર થયેલ જે ગુન્હા કામે ચોરીમાં ગયેલ સ્કુટર બાબતે પો.કોન્સ સાહીલભાઇ મહંમદભાઇ તથા મીતભાઇ દિલીપભાઇ હકીકત મળેલ કે, એક ઇસમ ચોરાઉ પ્લેઝર લઇને રતનપર મેકસન સર્કલ તરફ નિકળનાર છે. તેવી હકીકત આધારે સદરહુ પ્લેઝરની વોચમાં રહી બાતમીવાળુ પ્લેઝર નિકળતા તેના ચાલકને ઉભો રખાવતા બાળ કિશોર હોવાનુ જણાઇ આવેલ અને મજકુર પાસે રહેલ પ્લેઝર બાબતે તેની પુછપરછ કરતા ફર્યું ફર્યું બોલી કાંઇક છુપાવી રહેલ હોવાનુ જણાઇ આવતા તેને વિશ્વાસમાં લઇ યુકિત-પ્રયુકિત પુર્વક પુછપરછ કરતા પોતે આ પ્લેઝર દોઢેક મહીના પહેલા જોરાવરનગર જૈન ઉપાશ્રય મહાવીર બેકરીવાળી ગલીમાં આવેલ ટ્યુશન કલાસીસની બહારથી ચોરેલ હોવાનુ અને તેની ઓળખ છુપાવવા કાળા કલરનો સ્પ્રે કરેલ હોવાનુ જણાવતા તેના એન્જીન નંબર તથા ચેસીસ નંબરની ખરાઇ કરતા જોરાવરનગર પો.સ્ટે નીચે જણાવેલ ગુન્હો ડીટેકટ કરેલ છે.

તેમજ મજકુર કિશોરની વધુ પુછપરછ કરતા દોઢેક મહીના પહેલા જોરાવરનગર સરકારી દવાખાના સામેની ગલીમાંથી એક સફેદ કલરનું પ્લેઝર મો.સા ચોરેલ હોવાની હકીકત જણાવેલ અને હાલે તે મો.સાને ઓળખ છુપાવવા જાતેથી કાળા કલરનો સ્પ્રે મારી જોરાવરનગર રેલ્વે સ્ટેશનની પાછળ છુપાવેલ હોવાનું હકીકત જણાવતા તેને સાથે રાખી સદરહું જગ્યાએ જઇ પ્લેઝર મો.સા મળી આવતા તેના એન્જીન નંબર તથા ચેસીસ નંબરની ખરાઇ કરતા જોરાવરનગર પો.સ્ટે નીચે જણાવેલ ગુન્હો ડીટેકટ કરેલ છે. ઉપરોકત બંને પ્લેઝર મો.સા પોતે ડુપ્લીકેટ ચાવી બનાવી ચોરી કરેલ હોવાની હકીકત જણાવતા મજકુર કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરની ઉપરોકત બંને ગુન્હો કામેની આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

ચોરી કરવાનો એમ.ઓઃ મજકુર કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર હેન્ડલ લોક નહીં કરેલ સ્કુટરની રેકી કરી તેવા સ્કુટરને ડુપ્લીકેટ ચાવીથી ચોરી કરી તેની ઓળખ છુપાવવા સ્પ્રેથી કલર બદલી મોજશોખ માટે ફેરવતો હતો.

કામગીરીમાં રોકાયેલ પોલીસ સ્ટાફના માણસોઃ (૧) એન.એચ.કુરેશી પો.સબ ઇન્સ જોરાવરનગર (ર) હેમદીપ વી મારવણીયા એ.એસ.આઇ (૩) દ્યનશ્યામભાઇ ગોવિંદભાઇ એ.એસ.આઇ (૪) દલપતભાઇ કુબેરભાઇ પો.હેડ.કોન્સ (૫) ચમનલાલ નાનજીભાઇ પો.હેડ.કોન્સ (૬) સાહીલભાઇ મહંમદભાઇ પો.કોન્સ (૬) મીતભાઇ દિલીપભાઇ પો.કોન્સ (૭) ઇમરાનભાઇ યુનુસભાઇ પો.કોન્સ (૮) પો.કોન્સ મેહુલભાઇ રસીકભાઇ દ્વારા ઉપરોકત ચોર-મુદ્દામાલ શોધી કાઢી ચોરીના સ્કુટર પકડી જોરાવરનગર પો.સ્ટેના બન્ને સ્કુટર ચોરીનાભેદ ઉકેલેલ છે.

(11:56 am IST)