પ્રેરણાદાયી કાર્યઃ યુવા રાજકારણીએ પુત્રને હળવદ સરકારી શાળા -૪માં પ્રવેશ અપાવ્યો
(દીપક જાની દ્વારા) હળવદ, તા.૨૫: હળવદના રહીશ અને મોરબી જિલ્લા યુવા ભાજપના મહામંત્રી તપન દવેએ તેમના પુત્ર શ્રેયાંશને હળવદની પેસેન્ટર શાળા નંબર - ૪ ( સરકારી શાળા)માં પ્રવેશ આપાવ્યો છે ત્યારે તપનભાઈ ખાનગી શાળામાં પ્રવેશ માટે આર્થિક રીતે સક્ષમ હોવા છતાં સરકારી શાળાની શિક્ષણ પદ્ઘતિથી પ્રેરાય અને સરકારી શાળામાં તેમના પુત્રને પ્રવેશ અપાવી સમાજમાં અન્ય લોકોને સરકારી શાળામાં પોતાના બાળકોને વિદ્યાભ્યાસ માટે પ્રવેશ અપાવે તે માટે પ્રેરણા પુરી પાડી છે આ સરકારી શાળામાં અનેક સરકારી કર્મચારીઓના સંતાનો પણ અભ્યાસ કરી રહ્યા છે અને આ શાળામાં સર્વાંગી શિક્ષણ થકી વિદ્યાર્થીઓને અનોખું અને ભાર વગરનું ભણતર પૂરું પાડવામાં આવે છે ત્યારે આ શાળામાં અનેક વૃક્ષો અને બાળકો માટે રમત ગમતના સાધનો સહિત સ્માર્ટ કલાસ રૂમ અને અન્ય અદ્યતન સુવિધાસભર આ શાળામાં બાળકોનો સર્વાંગી વિકાસ થઇ રહ્યો છે.