સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 25th June 2021

મોરબીના સ્ટેશન રોડ પર ઠેર ઠેર ગાબડા: મોપેડ મસમોટા ખાડામાં ફસાયું : રસ્તાના હાલ બેહાલ થતા વાહનચાલકોને ભારે મુશ્કેલી

મોપેડ મોટા ખાડામાં ઘુસી જતા આસપાસના લોકોએ મદદ કરી મહા મહેનતે સ્કૂટર બહાર કાઢ્યું

મોરબીના સ્ટેશન રોડ પર રસ્તાના હાલ બેહાલ છે મસમોટા ગાબડાઓ જોવા મળે છે એમાં પણ વરસાદી પાણી ભરાઈ જતા હોય જેથી વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરતા હોય છે ત્યારે આજે એક મોપેડ મસમોટા ખાડામાં ફસાયું હતું જેથી અનેક લોકોએ મહા મહેનતે સ્કૂટર બહાર કાઢ્યું હતું
મોરબી નગરપાલિકામાં એક જ પાર્ટીનું શાસન છે વિપક્ષનું નામોનિશાન રહ્યું નથી મતદારોએ તમામ બેઠકો ભાજપને સોપી નગરપાલિકામાં શાસન આપ્યું છે જોકે મોરબીમાં રોડ રસ્તા જેવી પાયાની સુવિધાઓ આપવામાં પણ પાલિકા તંત્ર નિષ્ફળ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે સ્ટેશન રોડ પર ચિત્રકૂટ ટોકીઝ વાળી શેરીમાં મસમોટા ગાબડાઓ જોવા મળે છે વળી ચોમાસામાં આ મોટા ખાડામાં પાણી ભરાયેલા રહેતા હોય જેથી વાહનચાલકો અધ્ધર શ્વાસે અહીંથી પસાર થતા હોય છે અને કોણ ક્યારે ખાડામાં ખાબકે તે નક્કી હોતું નથી
ત્યારે આજે એક મોટરસાયકલ ચાલક પસાર થતી વેળાએ ખાડામાં ખાબક્યા હતા મોપેડ મોટા ખાડામાં ઘુસી જતા આસપાસના લોકોએ મદદ કરી મહા મહેનતે સ્કૂટર બહાર કાઢ્યું હતું પરંતુ આવા ગાબડા અને ખાડાથી અકસ્માત સર્જાય અને નિર્દોષ નાગરિકોનો ભોગ લેવાય તો જવાબદારી કોની ? તેવા સવાલો સ્થાનિકો ઉઠાવી રહ્યા છે

(10:19 pm IST)