સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 25th June 2019

ઉપલેટાની તણસવા જુથ સહકારી મંડળીની ચુંટણીમાં ધીરેન્દ્રસિંહ વાળાની પેનલનો વિજય

ઉપલેટા તા ૨પ : તણસવા જુથ વિવિધ કાર્યકારી સહકારી મંડળી લી. ની સને ૨૦૧૯ થી ૨૦૨૪ ની વ્યવસ્થાપક કમીટીની ચુંટણી યોજાઇ હતી, જેમાં ઉપલેટા તાલુકા ભા.જ.પ. મહામંત્રી શ્રી અનીલભાઇ સુતરીયા ની મજબુત પેનલ સામે ધીરેન્દ્રસિંહ વાળાની પેનલનો ભવ્ય વિજય થયેલ છે. છેલ્લી બે ટર્મથી ધીરેન્દ્રસિંહ વાળાની પેનલ સત્તારૂઢ હોય જેમની નિષ્પક્ષ અને ખેડુતલક્ષી ઉમદા પ્રકારની કાર્ય કરવાની આગવી શૈલીથી તેમની તણસવા ગામે લોકચાહનાની છબી ધરાવતા ધીરેન્દ્રસિંહ તેમજ તેમની પેનલને સભ્યશ્રી રમણીકભાઇ સુતરીયા, જેઠાભાઇ ભીંભા, નંદલાલભાઇ નારીયા, ગોપાલભાઇ ગજેરા, ગોકળભાઇ વેકરીયા, જયેશભાઇ રોજીવાડીયા, કીશોરભાઇ લુણાગરીયા, હાજીભાઇ ભીંભા, ચીમનભાઇ સુતરીયા, કરશનભાઇ બગડા, મંજુલાબેન ભીંભા, શાન્તાબેન ગજેરા, આ તમામનો ભવ્ય વિજય થતાં ગામલોકોએ તેઓની પેનલને સત્કારવા માં આવેલ.

(11:33 am IST)