મોરબીના મકનસર નજીક નિર્માણાધીન પોલીસ હેડકવાર્ટરમાંથી અજાણ્યા યુવક્નો મૃતદેહ મળ્યો
મૃતક યુવાનના માથામાં બોથડ પ્રદાર્થનો ધા ઝીક્યો હોવાના અહેવાલ
મોરબીના મકનસર ગામ નજીક નવા બની રહેલા પોલીસ આવાસમાંથી યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે પોલીસની ટીમો સ્થળ પર દોડી જઈને વધુ તપાસ ચલાવી છે
બનાવની મળતી માહિતી મુજબ મોરબીના મકનસર ગામ નજીક પોલીસ હેડક્વાર્ટર અને પોલીસ આવાસો બની રહ્યા છે જ્યા આજે મોડી સાંજના સુમારે એક યુવાનનો મૃતદેહ હોવાની માહિતી મળી હતી જેને પગલે તુરંત એસપી, ડીવાયએસપી, એલસીબી અને એસઓજી ટીમો સ્થળ પર દોડી ગઈ હતી અને યુવાનના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો છે જોકે મૃતક યુવાનની ઓળખ થઇ નથી યુવાનને માથામાં બોથડ પદાર્થનો ઘા ઝીંકાયો હોય તેવી માહિતી સુત્રોમાંથી મળી છે અને હત્યાની આશંકા સાથે તાલુકા પોલીસ તેમજ એલસીબી અને એસઓજી ટીમ બનાવની તપાસ ચલાવી રહી છે નવા બની રહેલા પોલીસ આવાસમાં જ યુવાનનો મૃતદેહ મળતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાએ જોર પકડ્યું છે