સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 25th June 2018

સુત્રાપાડાના કદવાર અને હિરાકોટ બંદર વચ્ચે રસ્તામાં વિવાદીત રસ્તાની અધૂરી કામગીરી પૂર્ણ કરવા રજૂઆત

પ્રભાસપાટણ તા.૨૫ : સુત્રાપાડા તાલુકાના કદવાર ગામે માર્ગ અને મકાન વિભાગ દ્વારા પંચાયત હસ્તકનો કદવાર ગામથી હિરાકોટ બંદર રોડ લંબાઇ ૧.૫ કીમી અંદાજીત ૪૫૦૦૦ લાખમાં મંજૂર થયેલ. જેમાં પ્લાન્ટ એસ્ટીમેન્ટ થતા કામના પૈસા મંજુર થયેલ. જે કામ પુરૂ કરતા કદવાર ગામના બસ સ્ટેશનની ૪૫૦ મીટરના અંતરે બંદર જતા રસ્તામાં ૨૦૦ મીટર જેટલી જગ્યા વિવાદીત હોવાને કારણે રસ્તાનું કામ થઇ શકેલ નથી. જેથી આ રસ્તો બનાવવા બાબતે જમીન સંપાદન થાય તેવી કાર્યવાહી કરવી જરૂરી છે.

સુત્રાપાડા તાલુકા પંચાયતના સભ્ય દૂધીબેન ભગવાનભાઇ ખુંટ દ્વારા કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગ ગીર - સોમનાથ, મહેસુલમંત્રી ગાંધીનગર, કલેકટર ગીર - સોમનાથ, સાંસદ ચુનીભાઇ ગોહેલ, સાંસદ રાજેશ ચુડાસમાને લેખીતમાં રજૂઆત કરી છે અને બાકી રહેલ ૨૦૦ મીટરનું કામ તાત્કાલીક વરસાદ વરસે તે પહેલા પૂર્ણ કરવા માંગણી કરેલ છે.

(12:09 pm IST)