સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 25th May 2020

ભુજથી આઠમી શ્રમિક ટ્રેન રવાના : વારાણસી જવા 1400 શ્રમિકોએ કર્યું વતન તરફ પ્રયાણ

આગામી દિવસોમાં પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા માટે પણ ટ્રેન ચલાવવાનું આયોજન

ભુજ : જિલ્લા મથક ભુજથી આજે આઠમી શ્રમિક ટ્રેન રવાના થઈ હતી. ઉત્તર પ્રદેશના વારાણસી માટે નિકળેલી ટ્રેનમાં ૧૪૦૦ શ્રમિકોએ પોતાના વતન તરફ પ્રયાણ કર્યું હતું.

ભુજ પ્રાંત અધિકારી મનીષ ગુરવાણીએ ટ્રેનને લીલીઝંડી આપી જણાવ્યું હતું કે, અત્યાર સુધી ૧૩૦૦૦ જેટલા શ્રમિકોની વતન વાપસી થઈ ચૂકી છે. આજે ભુજથી ૮મી શ્રમિક ટ્રેન રવાના થઈ છે. ૧૪૦૦ શ્રમિકો વારાણસી ગયા છે. આગામી દિવસોમાં પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા માટે પણ ટ્રેન ચલાવવાનું આયોજન હોવાનું ઉમેર્યું હતું.

ભાજપની સાથે મુસ્લિમ યુવાનોએ શ્રમિકોને ફૂડ પેકેટ, પાણીની બોટલ, વિતરીત કરી હતી. તોસીફ અકબાનીએ જણાવ્યું કે, આજે રમજાન ઈદ હોઈ તેની અનોખી રીતે ઉજવણી કરવા શ્રમિકોને ફૂટ-પાણીની બોટલ વિતરીત કરવામાં આવી છે.

ટ્રેનના પ્રસ્થાન વેળાએ જિલ્લ ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, ડિવાયએસપી શ્રી પંચાલ, રેલ કર્મીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

(2:03 pm IST)