સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 25th May 2020

ધોરાજીમાં વધુ ૨ કોરોના પોઝીટીવ કેસઃ એક જ પરિવારનાં ૩ લોકો સારવારમાં

ધોરાજી, તા.૨૫: ધોરાજીમાં વધુ ૨ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે અને ધોરાજીમાં કુલ ૪ કેશ નોંધાયા છે. એક જ પટેલ બાબરીયા પરિવારના ત્રણ લોકોના રીપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

ધોરાજીના આંબલી કુવા ચમાલીપા વિસ્તારમાં અમદાવાદથી જીતેન્દ્ર બાબરીયા તેમનો પરિવાર આજથી પંદર દિવસ પહેલા ધોરાજી ખાતે આવેલ હતું અને ૧૪ દિવસ સુધી હોમકોરોન્ટાઇન કરવામાં આવેલ બાદ આજથી બે દિવસ પહેલા જીતેન્દ્રભાઈ બાબરીયા ને તબિયત ખરાબ હતા તેમને ખાનગી હોસ્પિટલમાં પ્રથમ બતાવેલ ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે તબિયત બતાવતા તેમનો રાજકોટ ખાતેથી કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા તેમને તેમજ તેમને માતૃશ્રી તેમની પત્ની અને પુત્ર ટોટલ પાંચ વ્યકિતઓને રાજકોટ ખાતે લઈ જવામાં આવ્યા હતા બાદ જીતેન્દ્રભાઇ બાબરીયા અને હોસ્પિટલમાં અને તેમના પરિવારને સમરસ હોસ્ટેલ ખાતે હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યા હતા બાદ આજે રાજકોટ સમરસ હોસ્ટેલ ખાતે જીતેન્દ્રભાઈના પત્ની સંગીતાબેન ઉંમર વર્ષ ૩૨ તેમજ તેમનો પુત્ર ધરમનો આજ રોજ કોરોના પોઝીટીવ રીપોર્ટ આવતા તંત્ર પણ દોડયો હતો અને બન્નેને રાજકોટ સમરસ હોસ્ટેલ ખાતેથી સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા.

જે અંગે ધોરાજીના ડેપ્યુટી કલેકટર ગૌતમ મિયાણી ને પૂછતાં તેઓએ પણ સમર્થન આપ્યું હતું અને જણાવ્યું હતું કે આજે ફરી બે કેસ પોઝિટિવ આવ્યા છે આમ જોતા ધોરાજીમાં ટોટલ ચાર કેસ પોઝિટિવ થયા છે.

જેના અનુસંધાનમાં ધોરાજી ડેપ્યુટી કલેકટર મામલતદાર પોલીસ તેમજ આરોગ્ય ટીમ તાત્કાલિક અસરથી કામે લાગી ગઈ છે.સમગ્ર એરિયાને બફર ઝોન જાહેર કરવામાં આવ્યો છે તેમજ સમગ્ર વિસ્તારને સેનેટાઈઝેશન કરવામાં આવ્યું છે.

હાલમાં ધોરાજીમાં એક સાથે ચાર કેસ આવતા આરોગ્યતંત્રની ઘોર બેદરકારી સાબિત થઈ છે.

આજની આ ઘટનાને માહિતી પણ મીડિયાને આરોગ્ય વિભાગે આપી નથી તેમજ છેલ્લા બે મહિનાથી બ્લોક હેલ્થ ઓફિસર મીડિયાથી દૂર રહે છે તે સમજાતું નથી.

(11:50 am IST)