સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 25th May 2019

મોરબીના રવાપર રોડ પર વિમાર્ટના શોરૂમમાં આગ ભભૂકી : આગની ઘટના બાદ કવરેજ કરતા પત્રકારોને રોકતા તર્કવિતર્ અનેક તર્કવિતર્ક

 

સુરતમાં આગની લપેટમાં નિર્દોષ બાળકો હોમાયા બાદ સમગ્ર ગુજરાતમાં રોષનો માહોલ છે તો તંત્ર પણ કુંભકર્ણ નિંદ્રામાંથી જાગીને હવે કામે લાગ્યું છે ત્યારે આજે મોરબી પાલિકાની ફાયર સેફટીની ઝુંબેશ ચાલતી હતી ત્યારે રવાપર રોડ પરના વી માર્ટ શો રૂમમાં આગ લાગી હતી વળી આગની ઘટનાનું કવરેજ કરતા પત્રકારોને રોકતા તર્કવિતર્ક સર્જાયા છે

  મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ પરના વી માર્ટ શો રૂમમાં સાંજના સુમારે આગ લાગી હતી આગના બનાવની વાત શહેરમાં વાયુવેગે પ્રસરી હતી મિડીયાકર્મીઓ પણ ઘટનાનું કવરેજ કરવા પહોંચ્યા હતા પરંતુ પત્રકારોને શો રૂમમાં આગનું કવરેજ કરતા રોક્યા હતા એટલું નહિ સમગ્ર ઘટના પર ઢાંકપીછોણો કરવામાં આવ્યો હતો જેથી શંકા કુશંકા જન્મે તે સ્વાભાવિક છે વાત આટલે થી ના અટકતા ફાયરની ટીમને પણ ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરાયો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે કારણકે ફાયરને મોડે મોડે જાણ કરી હતી અને વળી ગોળગોળ ઘુમાવવા પ્રયાસ કરાયાનું પણ જાણવા મળ્યું છે

  આજે એક તરફ પાલિકાની ટીમ સુરતની ઘટનામાંથી બોધપાઠ લઈને રવાપર રોડ પર ફાયર સેફટીની ઝુંબેશ આદરીને ૫૫ જેટલા આસામીઓને નોટીસો ફટકારી હતી ત્યાં આગની ઘટનાથી વિસ્તારમાં સનસની મચી જવા પામી હતી કારણકે વી માર્ટ ની બાજુમાં એક તરફ ઈલેક્ટ્રોનિક આઈટમનો શો રૂમ હતો અને બીજી તરફ ખાનગી બેંક છે ત્યારે જો આગ વધુ ફેલાઈ હોત તો મોટી હોનારત સર્જાઈ સકત કારણકે ઇલેક્ટ્રોનીક્સના શો રૂમમાં આગ લાગી જાત તો આગ ઝડપથી ફેલાઈ હોત ત્યારે વી માર્ટના સ્ટાફ દ્વારા પત્રકારો સાથે કરાયેલ વર્તન અને ફાયર ટીમને ગોળગોળ ઘુમાંવવાની સમગ્ર ઘટના શંકા પ્રેરે તેવી છે.

(9:15 pm IST)