સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 25th May 2019

ભુજમાં 1 0 જેટલા ટ્યુશન ક્લાસીસને નોટિસ:ગાંધીધામમાં : ત્રણ દિવસમાં ફાયર સેફટીની સુવિધા ઉભી કરવા તાકીદ

તંત્રની કામગીરીને પગલે ગેરકાયદે ધમધમતી હાટડીઓ ટપોટપ બંધ

કચ્છના ગાંધીધામ પાલિકાએ ફાયર સેફ્ટીની સુવિધા ન હોય તેવી હોસ્પિટલો અને ટ્યુશન ક્લાસીસોને નોટિસ ફટકારી છે. તેમજ 3 દિવસમાં જ ફાયર સેફ્ટીની સુવિધાઓ ઉભી કરવા ચેતવણી આપી છે. તેમજ તંત્ર દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે.

 આ ઉપરાંત ભુજમાં ટ્યુશન કલાસીસનો ઉપર તવાઈ બોલાવવામાં આવી છે. તંત્ર દ્વારા ફાયર સુવધાઓ નહીં હોવાથી 10 જેટલા ટ્યુશન કલાસીસને નોટિસ ફટકારી છે. તંત્રની કામગીરીને પગલે ગેરકાયદે ધમધમતી હાટડીઓ ટપોટપ બંધ થઈ ગઈ છે.

(8:33 pm IST)