News of Saturday, 25th May 2019
લગ્ન કરાવી આપવાના બહાને પટેલ યુવાનને રૂ. ૩૬,૧૦૦નો ધુંબો
યુવતિ સહિત ૮ શખ્સો સામે ભેસાણમાં ફરીયાદ
જુનાગઢ, તા. રપ : ભેસાણના વિશળ હડમતીયા ગામના પટેલ હરિલાલ શામજી માલવીયા (ઉ.વ.૪૮)ને લગ્ન કરાવી આપવાના બહાને યુવતિ સહિત આઠ શખ્સોએ રૂ. ૩૬૧૦૦નો ધુંબો લગાવી દીધો હોવાનું બહાર આવેલ છે.
જુનાગઢના દોલતપરાનો જયેશ કલાભાઇ રાજાસરા અને હસુ હંસરાજ ભુવાએ વિશળ હડમતીયાનાહરિ માલવીયા સાથે બોરસદના રૂડલ ગામની વર્ષા નામની યુવતિ સાથે લગ્ન નક્કી કરેલ.
પરંતુ જયેશ કલા, હસુ ભુવા અને રૂડલ ગામનો લાલભાઇ, રાજુ, મહેશ, શાંતા, જયંતિ અને વર્ષાએ લગ્ન કરાવી આપેલ નહિ અને રૂ. ૩૬૧૦૦ પડાવી લીધા હતા.
આ અંગે ગઇકાલે ફરીયાદ થતા ભેસાણ પોલીસે છેતરપીંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી. વિશેષ તપાસ પી.એસઆઇ એમ.સી. ચુડાસમા ચલાવી રહ્યા છે.
(3:37 pm IST)