સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 25th May 2019

બગસરા એસ.ટી. ડેપોના હેલ્પરની બદલી થતા અપડાઉનથી કંટાળીને આપઘાત

 અમરેલી, તા., ૨૫: બગસરા એસટી ડેપોના હેલ્પર રમણીકભાઇ જીણાભાઇ ભારોલા (ઉ.વ.૪૭)ની બગસરાથી નલીયા ડેપોમાં બદલી થતા અપડાઉન કરવાથી કંટાળી ઝેરી પાવડર પી જતા મોત નિપજયું બગસરા પોલીસ મથકમાં તેમના નાનાભાઇ પ્રવિણભાઇ ભારોલાએ જાહેર કરેલ છે.

બાબરાના વલારડીમાં અકસ્માતે વૃધ્ધાનું મોત

અમરેલીઃ બાબરા તાલુકાના વલારડી ગામે રહેતા સવીતાબેન વલ્લભભાઇ વઘાસીયા (ઉ.વ.૭૦) રસોડામાં ગેસ ચાલુ કરવા જતા ગેસ લીકેજ હોવાથી ભડકો થતા દાઝી જતા સારવાર માટે અમરેલી સીવીલ હોસ્પીટલમાં ખસેડાતા સારવાર દરમ્યાન મોત નિપજયાનું બાબરા પોલીસ મથકમાં પુત્ર રાજેશભાઇ વઘાસીયાએ જાહેર કરેલ છે.

બાબરામાં પતિએ ઠપકો આપતા પરણીતાએ ગળાફાંસો ખાઇ જીવતર ટુંકાવ્યું: પત્નિએ ગળાફાંસો ખાઇ મોત નિપજયાનું પતિએ પોલીસમાં જાહેર કર્યુ

અમરેલીઃ બાબરામાં જીગ્નાબેન દિપકભાઇ માલકીયા (ઉ.વ.ર૧) જીદી સ્વભાવની હોય અને બાળકોને રમકડા બાબતે દિપકભાઇએ ઠપકો આપતા લાગી આવતા પોતે ઘરમાં રહેલ છતના લાકડા સાથે સાડી બાંધી ગળાફાંસો ખાઇ મોત નિપજયાનું બાબરા પલીસ મથકમાં તેમના પતિ દિપકભાઇ માલકીયાએ  જાહેર કરેલ છે.

(3:36 pm IST)