સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 25th May 2019

પોરબંદરમાં પણ શાળાઓ-ટયુશન કલાસીસોમાં અગ્નીશામક સાધનોનો અભાવ

પોરબંદર, તા., રપઃ પોરબંદરમાં બે-બે શિક્ષણાધીકારી હોવા છતા શાળાઓમાં શું તકલીફ છે તે અંગે તપાસ ન થતી હોવાની ચર્ચાએ જોર પકડયું છે.

ટયુશન કલાસ અને ખાનગી શાળાઓએ માન્યતા મેળવી હાટડા ખોલવામાં આવ્યા છે. પ્રાથમીક સુવિધા તથા ફર્સ્ટ એઇડના સાધનો ન હોવાનું ચર્ચાઇ છે.

અગ્નિશામક કોઇ વ્યવસ્થા નથી બે-બે માળ ઉપર ચાલતા કલાસો અંગે વિચાર કરવો જોઇએ. વાલી મંડળ, વિદ્યાર્થી સંગઠનોને શાંત પાડી દેવામાં આવે છે. ત્યારે આ અંગે તપાસ કરવા માંગ ઉઠી છે.

(1:20 pm IST)