સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 25th May 2019

અમરેલી લોકસભાની બેઠકમાં પુર્વ ધારાસભ્ય બાવકુભાઇ ઉંધાડની મહેનત રંગ લાવીઃ લાઠીમાં ભાજપને લીડ અપાવી

બાબરા, તા.૨પઃ છેલ્લી પાંચ ટર્મમાં લાઠી બાબરાનું એક જાગૃત ધારાસભ્ય તરીકે કામ કરી લોકો ના દીલમાં સ્થાન મેળવી અને અમરેલી બેઠક પર સામાન્ય મતોથી પરાજય થતા પણ લોકોના દીલમાં સ્થાન મેળવી સતત પ્રયત્નશીલ બનીને લાઠી બાબરા વિધાનસભા વિસ્તાર અને અમરેલી વિધાનસભામાં વિસ્તારમાં લોકો વચ્ચે રહીને ધારાસભ્ય ન હોવાં છતાં પણ લોકોના કામો કરી પોતાની ફરજ ભુલ્યા નહી. પ્રદેશ અને જીલ્લા ભાજપ દ્વારા બાવકુભાઇ ઉંધાડને બાબરા લાઠી વિધાનસભા સીટ અને અમરેલી વિધાનસભામાં સીટની જવાબદારી સોંપવામાં આવી હતી. લોકસભાની બેઠક માં જેને લઈને ઉંધાડે નિષ્ઠાપુર્વક જવાબદારી સાથે પોતાના કાર્યકરોની વિશાળ ફોજ સાથે બાબરા લાઠી દામનગર અને અમરેલી વડીયા કુંકાવાવ વિસ્તારમાં છેવાડાના માનવી સુધી ભાજપના ઉમેદવાર નારાયણભાઇ કાછડીયાના સમર્થનમાં ગામડે ગામડે લોક સંપર્ક કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે લાઠી બાબરામાં કોગ્રેસના સિનીયર ધારાસભ્ય ચુંટાયા હોવા છતાં પણ બાબરા લાઠી વિધાનસભા સીટમાં અને અમરેલી વિધાનસભામાં વિપક્ષ નેતાના હોમ ગ્રાઉન્ડ વિસ્તારમા બાવકુભાઇ ઉંધાડે ભાજપની લીડ કાઢી આપી છે. લાઠી વિધાનસભામાં ૧૪૦૧૮, અમરેલી વિધાનસભામાં ૧૯૫૬૦, જે વિરોધ પક્ષના નેતા અને લોકસભાના ઉમેદવારનુ હોમ ગ્રાઉન્ડ કહેવાય તેમાંથી પણ ભાજપને લીડ અપાવી છે બાવકુભાઇ ઉંધાડની અમરેલી જીલ્લામા હાલ ભારે લોક ચાહના છે ભલે ધારાસભ્ય ન હોય પણ લોકોના દીલમાં સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યા છે લોકો પણ શ્રી ઉંધાડને પોતાના ધારાસભ્ય માને છે ૫૬ની છાતી ધરાવતા બાહોશ નેતાને લોકો ફરી વાર સતામા જોવા માગે છે. બાવકુભાઇ ઉંધાડ જેવા બાહોશ અને લોકપ્રિય નેતાને રાજયકક્ષા અથવા કેન્દ્ર સારા હોદ્દા પર લઇ જાવા જોઇએ.  જેથી પક્ષને મોટો ફાયદો આગામી અવનવા વિધાનસભાની ચુંટણીમાં થઇ શકે એવી લોકો ઇચ્છી રહ્યા છે. હાલ લોકસભાની ચૂંટણી પોતાની ટીમ સાથે સતત સંપર્કમાં રહીને ભાજપને જીત અપાવી છે ઠેરઠેરથી અભિનંદન શુભેચ્છા મળી રહી છે.

(1:20 pm IST)