સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 25th May 2019

ખંભાળીયામાં દારૂ પીને ખુલ્લી જીપ ચલાવતા બે યુવાનને ઇજા

ખંભાળીયા તા. રપ :.. જોધપુર ગેઇટ વિસ્તારમાં આવેલ રોકડીયા હનુમાન મંદિર નજીક આવેલ સંતોષી પાનની દુકાન પાસે ઉભેલા જય ભાયાભાઇ જોગલ તથા મયુર ઉ.૧પ ને એક ખુલી જીપ નં. જીજે-૧પ, સી. ૮૦૭૯ ના ચાલકે દારૂ પીધેલી હાલતમાં બેફીકરાઇ થી ચલાવી હડફેટે લઇ ઇજા કરી નાસી જતા ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

અકસ્માત

ખંભાળીયા જામનગર રોડ પર ર કિ.મી. દુર માર્કેટીંગ યાર્ડ નજીક મો. સા. લઇ ને જઇ રહેલ પરષોતમભાઇ નાથાભાઇ નકુમને પાછળથી એક રીક્ષા નં. જીજે-૧૦-ટી- ર૭પર ના ચાલકે ઠોકર મારી પછાડી દેતા પોલીસે તપાસ હાથ ધરી છે.

શોક લાગતા મોત

ભાણવરના આંબરડી ગામે રહેતા વૃધ્ધ નાનજીભાઇ શામજીભાઇ પરમાર ઉ.૬૦ ને પોતાની વાડીએ ઇલેકટ્રીક મોટર ચાલુ કરતી વખતે શોર્ટ લાગી જતા સારવાર દરમિયાન મરણ ગયેલ છે.

(1:19 pm IST)