સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 25th May 2019

જુનાગઢમાં મોટર સાયકલ ઉપર દારૂની હેરાફેરી કરતા ૩ ઝડપાયા

જુનાગઢ તા ૨૫  :  પોલીસ મહાનિર્દેશક સાહેબ જુનાગઢ, રેન્જ તથા મ્હે. પોલીસ અધિક્ષક જુનાગઢઓની સુચના અનુસાર તેમજ મ્હે. નાયબ અધિક્ષક જુનાગઢ વિભાગના માર્ગદર્શન હેઠળ વોચ રાખવા અંગેની અમોને સુચના થઇ આવેલ હોય, ખલીલપુર બાયપાસ ચોકડી પાસે વાહન ચેકીંગ દરમ્યાન મહેશગીરી દિનેશગીરી અપારનાથી, જાતે બાવાજી ઉ.વ. ૩૧, રહે. જુનાગઢ ૬૬ કે.વી. તથા હરેશપરી રમણીકપરી, જાતે બાવાજી ઉ.વ.૨૭ રહે. ગોકરણ ગામ, તા. કુતીયાણા, જી. પોરબંદર,અશોક ઉર્ફે ભુરો કરમશીભાઇ સોલંકી, જાતે દેવીપુજક,ઉ.વ.૨૬, રહે. સરગવાડા ગામે, પ્રા.શાળા પાસે નદીના કાંઠા નજીક, તા. જુનાગઢ વાળાઓના કબજામાંથી ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૭ કી. રૂા ૮૫૦૦/- તથા દારૂની હેરાફેરીમાં ઉપયોગ લીધેલ હીરો કંપનીના મો.સા.નં. જીજે-૨૫-એસ-૮૪૯૨, કી.રૂા ૩૦૦૦૦/- તથા એન્ડ્રોઇડ મોબાઇલ નંગ-ર, કિં. રૂા ૨૦૦૦/ નો રાખી કુલ કી.રૂા ૪૦,૫૦૦/- ના પ્રોહી. મુદામાલ સાથે રેઇડ દરમ્યાન પકડી પાડેલ છે, જેઓ વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

આ કાર્યવાહી પો.સબ ઇન્સ. જે.પી. ગોસાઇ તથા એ.એસ.આઇ. પી.જે. વાળા, તથા પો. હેડ કોન્સ. કે.ડી.રાઠોડ તથા પો.હેડ કોન્સ. કીરણ જીવાભાઇ તથા પો.કો. કેશુભાઇ સામતભાઇ તથા પો. કોન્સ. લખમણભાઇ ભાયાભાઇ તથા પો.કોન્સ. નરેન્દ્રભાઇ નારણભાઇ તથા પો.કોન્સ. જેતાભાઇ જીવાભાઇ તથા પો.કોન્સ. ભુપતસિંહ લખુભા વિગેરે એ કામગીરી કરી હતી.

(1:18 pm IST)