સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 25th May 2019

જૂનાગઢ અભાવિપ દ્વારા ગ્રામ્ય જીવન દર્શન

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આયામ દ્વારા ૪ એક વર્ષથી 'ગ્રામ્યજીવન દર્શન' અનુભૂતિનુ કાર્યક્રમ કરવામા આવી રહ્યુ છે. જેનો મૂળભૂત હેતુ શહેરી વિસ્તારના યુવા ભાઇઓ અને બહેનો વેકેશનના સમયગાળા દરમિયાન અંતરીયાળ ગ્રામ્ય  વિસ્તારમા જઇ અને ત્યાંના લોકોની રહેણી કહેથી, શિક્ષણનુ પ્રમાણ, જાતીય બાબતો, ધાર્મિક માન્યતાઓજેવા ગામડાઓની અંદર ચાલતા રોજીંદા વ્યવહારોની અનુભૂતિ કરી શકે માટે 'ગ્રામ્ય જીવન દર્શન'નું આયોજન કરવામા આવી રહ્યુ છે.  અનુભૂતિ ૨૦૧૯નુ આયોજન કરવામાં આવેલ જેમાં કચ્છ યુનિવર્સિટી અને સ્ટુડન્ટ ફોર ડેવલોપમેન્ટના સંયુકત ઉપક્રમે ૧૦ બહેનો અને ૫૦ ભાઇઓ એમ કુલ ૬૦ જેટલા ભાઇઓ અને બહેનો કચ્છના લોકો જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના પ્રકૃતિને ખોળે વસેલા સતાધાર ખાતે પ દિવસનુ રોકાણ કરીને ત્યાંના આજુબાજુના ૨૫ જેટલા અંતિરિયાળ ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લીધી હતી. તે તસ્વીર.

(12:02 pm IST)