સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 25th May 2019

કાજલી ગામે રાજેશભાઇનું ચુંટાવા બદલ સન્માન

પ્રભાસપાટણઃ વેરાવળ તાલુકાનાં કાજલી ગામે પૂર્વધારાસભ્ય ગોવિંદભાઇ પરમારની ઓફીસે રાજેશભાઇ ચુડાસમાં મોટી લીડથી ચૂંટાયેલ તેમજ દેશમાં મોદી સરકાર પૂર્ણ બહુમતી સાથે ફરીથી ચુંટાતા ઢોલ શરણાઇ અને ફટાકડા ફોડીને ભવ્ય ઉત્સવ મનાવેલ. જેમાં માર્કેટીંગ યાર્ડનાં ડાયરેકટર પરેશભાઇ પરમાર, કાજલી ગામનાં સરપંચ મેરગભાઇ બારડ, મુસ્લીમ સમાજનાં પટેલ અબ્દુલભાઇ સુમરા, યાર્ડનાં ડાયરેકટર નરેન્દ્રસિંહ ઝાલા અને મોટી સંખ્યામાં ગામ લોકો જોડાયા હતાં અને મોદી-મોદીનાં નારા લગાવેલ હતાં તે પ્રસંગની તસ્વીર. (તસ્વીરઃ દેવાભાઇ રાઠોડ-પ્રભાસપાટણ)

(11:57 am IST)