સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 25th May 2019

ઉપલેટાના પૂર્વ નગરસેવકના ત્રાસથી કંટાળી આત્મવિલોપનની ચિમકી

ઉપલેટા તા. રપઃ અહિંયા પંચહાટડી વિસ્તારમાં કિંગ સ્ટાર હોટલ ધરાવતા અને ગત બોર્ડમાં પાલિકાના ચુંટાયેલા સદસ્ય રજાક ઓસમાણ હિંગોળાએ રાજયના પોલિસ અધિકારીઓ અને સરકારના ઉચ્ચ હોદા ઉપર બેઠેલ અધિકારીઓને એક પત્ર લખી પોલિસના ત્રાસથી કંટાળીને પોતે આત્મહત્યા કરશે એમ જણાવેલ છે.

રજાક હિંગોળાએ જણાવેલ છેલ્લા ત્રણ ચાર વર્ષમાં પોલિસ પંચહાટડી વિસ્તારમાં ગમે ત્યાં ગુન્હો જુગારનો બને તો પોતાનું નામ એમાં ખોલાવીને તેમની સામે ગેરકાયદેસરની પ્રવૃતિ કરી કેસો કરે છે. એટલું જ નહિં મારી હોટલમાં (કિંગસ્ટાર પંચહાટડીમાં) આવીને ત્યાં કેરમ રમતા ગ્રાહકોને જુગારધારામાં ફીટ કરી દે છે આ બધી પ્રવૃતિઓ મારી હોટલમાં રહેલ સી.સી.ટી.વી.માં આવી જતા પોલીસે પોતાની મનમાની છુપાવવા મારી હોટલમાંથી કેમેરાઓ પણ ઉઠાવી ગયેલ હતા.

(11:44 am IST)