ભાવનગરમાં ગેરકાયદે ચાલતા કતલખાના પર પોલીસનો દરોડો
૧૪૦૦ કિલો ગૌમાંસ સહિત સાડા ત્રણ લાખનો મુદામાલ કબ્જે
ભાવનગર તા. રપ :.. ભાવનગરના વડવા, કાછીયાવાડ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ચાલતા કતલખાના પર પોલીસે દરોડો પાડી ૧૪૦૦ કિલો ગૌમાંસ સહિત રૂ. સાડા ત્રણ લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.
ભાવનગરના વડવા, કાછીયાવાડ વિસ્તારમાં રહેતી જરીનાબેન મહંમદભાઇ બાવનકા નામની મહિલા દ્વારા ગેરકાયદે રીતે કતલખાનંુ ચલાવી ગૌવંશની હત્યા કરવામાં આવતી હોવાની બાતમીના આધારે નિલમબાગ પોલીસ તથા એફ. એસ. એલ. ની રીતે મહિલાના ઘરે દરોડો પાડતાં મહિલા સહિતના શખ્સ ફરાર થઇ ગયા હતાં.
પોલીસે ૧૪૦૦ કિલો ગૌમાંસનો જથ્થો, રીક્ષા, સુમો સહિતના વાહન મળી રૂ. સાડા ત્રણ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.
આ કાર્યવાહી અંગે જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડે માહિતી આપી હતી.નિલમ બાગ પોલીસે જરીનાબેન બાવનકા સહિતના શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી તેમને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.