સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 25th May 2019

૯૩-ઉના વિધાનસભામાંથી ભાજપાને ૨૮૦૦૦ થી વધુ મતની ઐતિહાસીક લીડ : ભવ્ય આતશબાજી સાથે વિજય ઉત્સવ

જુનાગઢ લોકસભામાં ભા.જ.પા. વિજયમાં

ઉના તા ૨૫ લોકસભાની સામાન્ય ચૂંટણીનાં પરિણામોએ દેશનું સુકાન ફરી એક વખત નરેન્દ્રભાઇ મોદી તથા ભાજપા ના હાથમાં સોંપ્યુ છે, ત્યારે ૧૩- જુનાગઢ લોકસભાનાં પરિણામોએ રાજકીયપંડીતોને વિચારતા કરી દીધા છે. એકઝીટ પોલનાં આંકડાઓ અને રાજકીય ગણીતોને ખોટા ઠેરવતા સોૈરઠના મતદારોએ પણ ફરી એકવાર ભાજપા યુવાન ઉમેદવાર રાજેશ ચુડાસમા ને ૨૦૧૪ ની ચૂંટણી કરતા પણ વિશેષ લીડ સાથે સાંસદ તરીકે ચુંટયા છે. જુનાગઢ સીટના પરીણામોમાં સોૈથી અશ્ચર્યજનક અને ચોકાવનારી બાબત એ પણ છે કે, કોંગ્રેસનાં ઉમેદવાર અને ઉનાના વર્તમાન ધારાસભ્ય પુંજાભાઇ વંશ ના હોમગ્રાઉન્ડ અને કોંગ્રેસના ગઢ ગણાતા ઉના વિદ્યાનસભા  વિસ્તારના મતદારોએ કોંગ્રેસ અને પુંજાભાઇ વંશ ને રાજકીય જાકારો આપી રાજેશ ચુડાસમા ને ૨૮૦૦૦ થી વધુ ની ઐતિહાસીક લીડ આપીને પોતાનો મિજાજ દર્શાવેલ છે, ત્યારે કોંગ્રેસના ઉમેદવાર ધારાસભ્ય પુંજાભાઇ વંશ પણ ઉનાના મતદારોના આવા મિજાજથી ચિંતામાં પડી ગયા હોય તેમ આશ્ચર્ય વ્યકત કરેલ હતું.  ઉલ્લેખનીય છે કે, કોડીનાર મતવિસ્તારમાં સમાવિષ્ટ ઉના તાલુકાના ૩૧ ગામોમાં ભાજપાને ૧૨૦૦ થી વધુની લીડ મળેલ હોય, ઉના તાલુકામાં કોંગ્રેસનો ગઢ ધ્વસ્ત થઇ ગયેલ છે.

ભાજપાની આ જંગી લીડથી વિજયના ઉત્સવને મનાવવા માટે ઉના ના પૂર્વ ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડની આગેવાનીમાં ભાજપના હજારો કાર્યકરોએ એકઠા થઇને નગરપાલીક ભવનમાં, વડલા ચોક, તથા ટાવર ચોકમાં ભવ્ય આતશબાજી કરી વિજયોત્સવ મનાવ્યો હતો.

(11:39 am IST)