સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 25th May 2019

કોડીનારની પરિણિતા ઉપર સામુહિક દુષ્કર્મ આચરનારા પ શખ્સો ઝડપાયા

ઉના તા. રપ :.. પોલીસ સ્ટેશનમાં  ગઇકાલે કોડીનાર ગામે રહેતી પરણિતા ઉપર ૩ માસ પહેલા ફોન કરી ઉના બોલાવી મોટર સાયકલ ઉપર પાછળ ઉનામાં શખ્સે નિલેશ બાબુભાઇ બાંભણીયા રે. ઉના વાળો લઇ દ્રોણ ગામની સીમમાં એક વાડીના મકાનમાં રૂમમાં ગોંધી રાખી ગેંગ રેપ કરેલ અને મોબાઇલમાં વિડીયો ઉતારી ધમકી આપી હતી તેનીફરીયાદ ઉના પોલીસમાં દાખલ કરેલ.

જેની તપાસ ઉનાનાં પોલીસ ઇન્સ્પેકટર દિલીપસિંહ ડી. ગોહીલ તથા ડી. સ્ટાફ સાથે સઘન તપાસ કરી ગણતરીનાં કલાકોમાં આ સામુહિક દુષ્કર્મના પાંચ આરોપીઓને દબોચી લઇ ઉના લાવી સફળતા મેળવી છે. પકડાયેલ આરોપીમાં (૧) નિલેશ બાબુભાઇ બાંભણીયા રે.ઉના (ર) સંદીપ ઘેલાભાઇ સાંખટ રહે. દ્રોણ તા. ગીરગઢડા (૩) અક્ષયગીરી હસમુખગીરી ગૌસ્વામી રે. મોરવડ તા.ઉના.

(૪) મનુભાઇ ધીરૂભાઇ ચૌહાણ રે. દ્રોણ તા. ગીરગઢડા (પ) યાસીન ઇસાભાઇ ઉ.રપ રે. સાસણ તા. મેંદરડા વાળાને પકડી કયા આરોપીની કઇ ભૂમિકા હતી તેની તપાસ કરી રહ્યા છે.

કોડીનારની પરણિતાનાં પ્રથમ લગ્ન કોડીનાર થયા હતા ત્યારબાદ ઉના તાલુકા ના આમોદ્રા ગામે થયેલ અને સંતાનમાં બે બાળકો છે. પતિનું અવસાન થતા હાલ કોડીનાર માવતર રહે છે. તમામ આરોપીને રીમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાશે.

(11:39 am IST)