સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 25th May 2019

ગારીયાધાર પાલડીમાંથી સગીરાને ભગાડી જવાની ફરિયાદ મુદ્દે તંત્ર રોષ

ગારીયાધાર, તા. રપ :  તાલુકાના પાલડીની સગીરાને આરોપી રાહુલ રમેશ ખાખડીયા અને મદદગાર હકુબેન અને વિજય બાબુ ખાખડીયા સામે ફરીયાદ માટે પોલીસ મથકે પહોંચે છે. જયાં આગળ સતત ચાર દિવસ સુધી દિકરીનો બાપ ચપ્પલ ધસીને થાકે છે અને સમાજના આગેવાનો પહોંચે છે ત્યારે પોલીસ અધિકારી દ્વારા ફરીયાદ લેવાય છે. તા. ૭-૪-૧૯ના ફસ્ટ ગુન્હા નંબર ૧૬/૧૯ આઇપીસી કલમ ૩૬૩, ૩૬૬, ૧૧૪ અને પોસ્કો ૪-૮ હેઠળ ગુન્હો દાખલ કરાય છે. જે ફરીયાદ પોલીસ માટે પરાણના પુન જેવી હાલત થયા બરાબર થતા ૧૩ દિવસે સુધી આરોપી કે સગીર દિકરી માટે કોઇ નકકર કાર્યવાહી ન થતા જીલ્લા પોલીસ વડા પાસે ફરીયાદ લેખીત રજુઆત કરવામાં આવે છે. આટલે પણ ગારીયાધાર પોલીસ અધિકારી કોઇ કાર્યવાહી ન કરવામાં આવતા ફરીયાદી ફરીયાદને રર દિવસે આઇજીને લેખીત રજુઆત કરવામાં આવે છે.

ફરીયાદ દાખલ થયાને દોઢ માસ થવા છતાં ગારીયાધાર પોલીસ તંત્ર દ્વારા આજદિન સુધી ન તો આરોપી ઝડપાયો, નથી તેના મદદગારી કરનારા સગીરવયની ફરીયાદીની દિકરીનો પણ પોલીસ દ્વારા આજદિન સુધી કોઇ પતો લગાવી શકયા નથી.

(11:37 am IST)