સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 25th May 2019

વાંકાનેરના વરડુતરમાં લગ્ન પ્રસંગમાં ડખ્ખો થતાં ધોકાથી ધબધબાટીઃ ત્રણ ઘાયલ થયા

વિપુલ કોળી, તેના ફઇ અનુબેન અને સામે રાયધન ભરવાડને ઇજા

રાજકોટ તા.૨૫: વાંકાનેરના વરડુતર ગામે રાત્રીના કોળી પરિવારના લગ્ન પ્રસંગમાં બોલાચાલી થતાં મારામારી થતાં કોળી યુવાન, તેના ફઇ અને સામા પક્ષે ભરવાડ યુવાનને ઇજા થતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં.

વરડુતર રહેતાં વિપુલ દેવાભાઇ નંદાસીયા (કોળી) (ઉ.૨૭), તેના ફઇ અનુબેન ધીરૂભાઇ દેલવાડીયા (ઉ.૩૫) અને સામા પક્ષના રાયધન રાજાભાઇ ડાભી (ભરવાડ) (ઉ.૨૫)ને રાત્રે નવેક વાગ્યે સામ-સામી મારામારીમાં ઇજા થતાં વાંકાનેર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરાઇ હતી. એક બીજા પર ધોકાથી હુમલો કરાયો હતો. લગ્ન પ્રસંગમાં બધા ભેગા થયા હોઇ તેમાં નજીવી બાબતે બોલાચાલી થયા બાદ આ માથાકુટ થઇ હતી. જો કે રાત્રે જ ત્રણેયને હોસ્પિટલમાંથી રજા અપાઇ હતી.

(11:34 am IST)