આદિપુરની થયેલ સાડીઓની ચોરીનો ભેદ ઉકેલાયોઃ મુદ્દામાલ સાથે બે ઝડપાયા
ભુજ, તા.૨૫: તાજેતરમાં જ આદિપુરની એક દુકાનમાં થયેલ સાડીઓની ચોરીનો ભેદ પૂર્વ કચ્છ પોલીસે સફળતાપૂર્વક ઉકેલીને મુદ્દામાલ સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે. ડી.બી.પરમાર પો.ઇન્સ.એલ. સી.બી.ના ઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ની ટીમ પેટ્રોલિંગમાં હતી, દરમ્યાન સાડી ચોરનાર એવા બે આરોપીઓ પોલીસની બાજનજર દ્વારા ઝડપી ગયા હતા. આદિપુર ૬૪ બજારમાં આવેલ નીલકંઠ સાડી સેન્ટર નામની દુકાન પરથી ચોરાયેલ સાડીઓના મુદામાલ સાથે ઝડપાયા હતા. પોલીસે આરોપીઓ (૧) નરેશભાઈ કાનજીભાઈ મહેશ્વરી ઉ.વ.૩૦ રહે- મકાન નંબર -૭૪/૭૫, બે વાડી, આદિપુર (૨) રમેશભાઈ ઉર્ફે રામ દામજીભાઈ મહેશ્વરી ઉ.વ.૨૩ રહે- આદિપુર પાસેથી ચોરાયેલ સાડી નંગ - ૨૯ કિ.રૂ.૩૧,૩૦ઓ૦ અને ગુના માં વપરાયેલ મોટર સાઇકલ જીજે-૧૨-સી.એચ.૭૫૫૪ કિ.રૂ.૨૦,૦૦૦/- એમ કુલ કિ.રૂ.૫૧,૩૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરી તેમને આદિપુર પોલીસને સોંપ્યા છે. આ કામગીરીમા શ્રી એમ.એસ.રાણા, પોલીસ સબ ઇન્સ. એલ.સી.બી. તથા શ્રી એ.પી.જાડેજા, પો. સબ ઇન્સ.એલ.સી.બી. તથા એલ.સી.બી.સ્ટાફના કર્મચારીઓ જોડાયેલ હતા.