સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 25th May 2019

ભાવનગર તળાજા બ્રાહ્મ યુવાને દેવું થઇ જતા ઝેરી દવા પીધી

થોડા મહિના પહેલા ત્રાપજ પાસેથી અપહરણ થયાની ફરિયાદ નોંધાવી હતી

ભાવનગર, તા.૨૫: ભાવનગર જિલ્લાના તળાજા ઇરીગેશન વિભાગના કર્મચારીના પુત્ર અને કન્ટ્રકશનનો વ્યવસાય કરતા યુવાને ંમદીઅને ખોટના કારણે દેવું વધી જતાં આજે દકાના ગામ નજીક ઝેરી દવા પીધી હતી. જેને લઈ શહેર ના ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલ .પોલીસ એ બનાવ અંગે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

એક સમયે વિવિધ મોંઘી ફોરવહીલમાં ફરતા તળાજાના યુવનને દેવું વધી જતાં ઝેરના પારખાં કરવાનો વખત આવ્યા અંગેની તળાજા પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ શેહરના પોષ વિસ્તાર માં રહેતા કિશન શંકરભાઈ ભટ્ટ ઉવ ૩૫ એ આજે બપોરે ૧૨.૩૦ના સુમારે દકાના ગામ નજીક ઝેરી દવા પી જતા સારવાર અર્થે સદવિચાર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ. પોલીસ એ વધુમાં જણાવ્યું હતું કે કિશન સરકારી કન્ટ્રકશનનો વ્યવસાય કરે છે. તેમાં ંમદીના કારણે દેવું વધી જતાં વ્યાજે લીધેલ નાણાં હોય તેની ઉદ્યરાણી કરતાની બીક લાગતા પોતાની જાતે ઝેરના પારખાં કર્યા હતા. નોંધનીય છે કે કિશનનું થોડા દિવસ પહેલા અપ હરણ થયાની ફરિયાદ અલંગ પોલીસમાં નોંધાઇ હતી.

કિશનને દવા પીધી હોવાની વાતે ચકચાર મચાવી હતી. કિશનની વૈભવી ઝીદગીથી સ્થાનિક લોકો વાકેફ હતા. વૈભવી ઝીંદગીએ આજે અંતિમ પગલું ભરવા સુધી મજબૂર થવું પડ્યાનું અને આવી ઝીંદગી જીવતા અનેક લોકો માટે સાવચેત કરતો બનાવ છે.

(10:31 am IST)